Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કોર્પોરેટરોની સહી ઝૂંબેશ ઇન્દ્રનીલ રાજયગુરૂ માટે જ છેઃબાકી બધી અફવા છેઃ અશોક ડાંગર

રાજકોટ : કોંગી કોર્પોરેટરોએ પ્રદેશ આગેવાનો સમક્ષ સહી ઝૂ઼ંબેશ કરીને આજે રજૂઆતો કરી હતી. તે બાબત શહેર પ્રમુખ અશોક ડાંગર વિરૂધ્ધ હોવાની વાતને અશોકભાઇ એ રદિયો આપ્યો હતો. તેઓએ 'અકિલા'ને જણાવ્યુ હતું કે સહી ઝૂંબેશ ઇન્દ્રનીલ રાજયગુરૂ માટે જ હતી. બાકીની બાબતો માત્ર અફવાજ છે. શહેર કોંગ્રેસનાં દરેક કાર્યકરો - કોર્પોરેટરો એક જૂથ છે. સૌ ખંભે ખંભા મિલાવીને પ્રજાના પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. તેમ અશોકભાઇએ આ તકે જણાવ્યું હતું.

(4:44 pm IST)