Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

શ્રમજીવી ઓટો રીક્ષા ચાલક એસોસીએશન દ્વારા લાયસન્સના વિવિધ પ્રશ્ને રજૂઆત

રાજકોટ તા. ૧૬ :.. ટ્રાન્સપોર્ટ પરકારના વાહનો માટે લાઇસન્સ કઢાવવા માટે અત્યાર સુધી ૮ ધોરણ પાસ હોવુ ફરજિયાત હતુ એટલા માટે શહેરના ચાલકો પાસે ડ્રાઇવીંગ લાયસન્સ ન હતાં. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ૮ ધોરણ પાસ હોવાનો નિયમ રદ કર્યો. જયારે નવા ટ્રાફીક નિયમો આજથી લાગુ થવાના છે ત્યારે રીક્ષા ચાલકોને દંડ ન ભરવો પડે તે માટે ગઇકાલે લાયસન્સ અને રોડ-સેફટીનાં માર્ગદર્શન માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રીક્ષા ચાલકના લાયસન્સના વિવિધ પ્રશ્ને શ્રમજીવી ઓટો રીક્ષા ચાલક એસોસીએશનના પ્રમુખ હુસેનભાઇ સૈયદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે ગુજરાત રાજય ઓટો રીક્ષા ફેડરેશનનાં જણાવ્યા મુજબ ગઇકાલે આરટીઓ દ્વારા રીક્ષા ચાલકોનાં લાયસન્સ અને રોડ-સેફટી અંગે ખાસ માર્ગદર્શન કેમ્પનું આયોજન આરટીઓ કચેરીમાં કરવામાં આવ્યુ હતું. લર્નીંગ લાઇસન્સ માટે રૂ. ૧પ૦ છે. પરંતુ આરટીઓમાં રીક્ષા ચાલકે પાકુ લાઇસન્સ સાથે રૂ. ૯૦૦ લેવામાં આવે છે. જો ચાલક કોમ્પ્યુટર પરીક્ષામાં ફેઇલ થયા કરે તો પૈસા  પરત મળતા નથી તથા કોમ્પ્યુટર પરિક્ષા રદ કરવી, પહેલાની જેમ  સત્રની વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દે યોગ્ય કરવા આરટીઓ ઇન્સ્પેકટરને રજુઆત કરવામાં આવી સુરેશભાઇ રાઠોડ, જીવણભાઇ ભરવાડ, ઇમતયાઝભાઇ, રૂષીભાઇ ઘીયા, દિલાભાઇ, ભુરાભાઇ,  સુલ્તાનભાઇ સુમરા, બટુકભાઇ કાબાણી સહિતના આગેવાનો જોડાયા હતા.

(4:42 pm IST)
  • સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લાની મુક્તિ ને લઈ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ ફટકારી : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી એમડીએમકે ચીફ વાયકો સહિતના અનેક નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વાયકોની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ પાઠવી છે. જોઈએ તો વાયકોએ પોતાની અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લાનો સંપર્ક થઈ શકતો નથી, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. access_time 12:13 pm IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • ૧૩૮II ઇંચ : સાંતાક્રુઝમાં ૬૫ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો : મુંબઇ-સાંતાક્રુઝમાં ચોમાસાની સીઝનનો ૬૫ વર્ષનો વરસાદી રેકોર્ડ તુટયો છે. (૧ જુનથી ૩૦ સપ્ટે. સુધી) આજે ૧૬ સપ્ટેમ્બર સવારે ૮II સુધીમાં મુંબઇના સાંતાક્રુઝ ખાતે ૩૪૬૨.૮ મી.મી. (૧૩૮II ઇંચ) જે છેલ્લા ૬૫ વર્ષમાં પડેલ સૌથી વધુ વરસાદ છે. access_time 4:38 pm IST