Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં રવિવારથી ભાગવત કથાઃસુરેન્દ્રભાઇ દવે જ્ઞાનગંગા વહાવશે

શાસ્ત્રીજીની ૧૯૯મી કથાઃ વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે

રાજકોટઃ તા.૧૬, અહિંના રેસકોર્ષ સ્થિત ભારત સેવક સમાજના  સ્વામી પ્રણવાનંદ સંસ્કૃત ભવન ખાતે તા.૨૨ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી સુરેન્દ્રભાઇ દવેના વ્યાસાસને આયોજીત આ કથાનો  ૨૨મીના પોથી પધરામણી, દેવસ્થાપન, પોથી સ્થાપન, ભાગવત પૂજન થશે. ૨૩મીના સોમવારે પોથી પુજન,  કપિલ જન્મજયંતિ, વારાહ અવતાર, તા.૨૪ના ધ્રુવ આશ્વાન, નૃસિંહ અવતાર, તા.૨૫ના રામ જન્મ, કૃષ્ણ જન્મ, તા.૨૬ના બાળલીલા, રાસલીલા, ગોવર્ધન લીલા, તા.૨૭ના દશમ સ્કન્ધ, રૂક્ષ્મણી  વિવાહ, તા.૨૮ના ઉધ્ધવગીતા, પરીક્ષીત મોક્ષ કથા વિરામ પામશે.

કથાનો સમય સાંજે ૪ થી ૬ દરમિયાન રહેશે. ઉલ્લેખનીય છે કે શાસ્ત્રી સુરેન્દ્રભાઇ દવેની આ ૧૯૯મી કથા છે.

તસ્વીરમાં ડાબેથી અનુક્રમે કથાકાર સુરેન્દ્રભાઇ દવે (મો.૯૪૨૬૨ ૪૯૨૮૯), જર્નાદનભાઇ પંડયા અને કૌશીક છાયા (મો.૯૮૨૪૯ ૦૧૦૫૧) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:42 pm IST)