Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો લાગુ કરવાની ગુજરાત સરકારની અપીલ અગાઉ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી

સીટી એરિયામાં હેલ્મેટની જોગવાઇ રદ કરવા મુખ્યમંત્રીને કલેઇમ બારના પ્રમુખ ગોપાલ ત્રિવેદીનો પત્ર

રાજકોટ, તા. ૧૬ : ગુજરાત રાજયમાં હમણા ઘણા સમયથી ટ્રાફીકના કેસોમાં નવા મોટર વ્હીકલ એકટ હેઠળ દંડ કરવાની પદ્ધતિથી નાગરિકોને પડતી મુશ્કેલી અંગે રાજકોટ કલેઇમ પ્રેકટીશનર્સ એસો.ના પ્રમુખ ગોપાલભાઇ ત્રિવેદીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને હેલ્મેટના કાયદા અંગે જણાવેલ છે કે, કલમ ૧ર૯ તથા ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ ૧૯૮૯ નિયમ ૧૯૩ અંગે હેલ્મેટ ફકત હાઇવે ઉપર જરૂરી છે. સીટી એરિયામાં આ કાયદો રદ થવો જોઇએ.

રાજયમાં વાહન ચાલકોને હેલ્મેટનો દંડ પોલીસ દ્વારા રૂબરૂ અથવા મોબાઇલમાં ફોટા પાડી કરવામાં આવે છે. પરંતુ તે અંગે વાસ્તવિકતા જોઇએ તો ગુજરાત રાજયના મોટા ભાગના શહેરોના રસ્તાઓ સાકડાઓ હોય છે જેથી વાહન ચાલકો ચલાવવાની મહતમ સ્પીડ ૩૦થી વધુ ન હોય તે વાત પોલીસ વિભાગ પણ જાણે છે. તેમજ સદરહુ રસ્તાઓ દબાણોને કારણે તે રોડ ઉપર માણસો પણ ચાલી ન શકતા હોય ત્યાં વાહનચાલકો પોતાના વાહનો પણ સ્પીડથી ચલાવી શકે નહીં.

ભારતની તમામ રાજયની જીલ્લાઓની મોટર એકસીડન્ટલ કલેઇમ ટ્રિબ્યુનલમાં સૌથી વધુ અકસ્માતો હાઇવે પર બનતા હોય છે તેના કેસો દાખલ થતા હોય છે અને તેનું મુખ્ય કારણ રસ્તાઓ સાકડા હોય છે તથા નેશનલ કે સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતમાં નુકશાન પામેલ વાહનો તથા પશુઓ મરણ થયેલ હાલતમાં પડેલ હોય તેમજ રસ્તાઓ ઉપર મોટા ખાડા હોય જેના કારણે નાના વાહન ચાલકો જે હાઇવે રોડ હેલ્મેટ ન પહેરતા હોય અને હાઇસ્પીડમાં મોટા વાહનો તથા કારો પસાર થતી હોય ત્યારે તે મોટરસાયકલ ચાલકો તથા નાના વાહનોની સાથે અકસ્માત કરતા હોય છે જે અંગે ગુજરાત પોલીસ મહાનિર્દશકની ઓફીસીયલ વેબસાઇટમાં હેલ્મેટની કલમ ૧ર૯માં જણાવેલ છે કે, મોટર વાહન અધિનિયમની કલમ ૧ર૯ અનુસાર રાજયમાં આવેલ ધોરીમાર્ગો ઉપર માથે હેલ્મેટ પર્હેયા વગર દ્વિચક્રી યાત્રિક વાહનોન ચલાવવા માટે ગુનો છે. તેવું સ્પષ્ટ જણવેલ છે. તેમજ આ વેબસાઇડના પાના નં. પ/૬ કોલમ ન. પ માં હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ શિક્ષાની જોગવાઇ કેટલી છે - તેમાં ગુજરાત રાજયના ગૃહ વિભાગના જાહેરનામા ન.જી.જી. ર૦૦ર-ર૦૯૭-ર૩૦૭ -ખ તા. રર/ર/ર૦૦ર મુજબ હેલ્મેટ નહીં પહેરવા અંગે કલમ ૧૭૭ મુજબ માડવાળ ફ્રી રૂ.૧૦૦/- ઠરાવવામાં આવેલ છે જે જે દંડ સ્થળ પર વસુલ કરવાની સતા આસીટન્ટ મોટર વાહન ઇન્સ્પેકટર તથા ઉપરના દરજ્જોના અધિકારીને આપવામાં આવે છે.

વધુમાં હેલ્મેટ અંગે જણાવેલ છે. તેમજ ટ્રાફીકના અન્ય મુદા અંગે સુઓમોટો રીટપીટીશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે. તેમાં હાઇકોર્ટમાં સદરહું કેસની લાંબો સમય સુધી સુનાવણી થવા પામેલ હતી અને તેમાં ગુજરાત રાજયના તમામ નગરપાલિકા કોર્પોરેશન વિસ્તારમાં તેમજ હાઇવે પસાર થતા હોય તેવા માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરવા તથા ટ્રાફીક મેઇન્ટેન્ટ કરવું તથા લોકોની સલામતી અંગેની સ્પીડબ્રેકર બનાવવા વિગેરે સુચનો કરેલ હતા અને તેનો કડક અમલ કરવા જણાવેલ તમામ ઓથોરેટીને જણાવેલ.

આ સામે ગુજરાત રાજય સરકાર દ્વારા હેલ્મેટ શહેરી વિસ્તારમાં લાગુ રવા સુપ્રીમ કોર્ટમાં અપીલ થવા પામેલ હતી જે અપીલનું મુખ્ય એક કારણ કલમ ૧ર૯ હેલ્મેટનું પણ હતું જે મોટર સાયકલ ચાલકો માટે શહેર વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં ફરીજીયાત અમલવારી કરવા માટેનું હતું, પરંતુ સદરહું સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ ટુ અપીલ (સીવીલ) નં. ર૩૯૯૩/ર૦૦પ જે અપીલ ડીસમીસ કરેલ છે જેની નોંધ લેશો. તેમજ નવા નિયમ મુજબ હેલ્મેટના જે કોઇ નવા ભારત સરકાર દ્વારા એકટમાં સુધારા કરવામાં આવે તે એકટમાં પણ જે તે રાજય સરકારો તેના રૂલ્સમાં તે કાયદાનો હેતુ ન માર્યા જાય તે રીતે કેવી રીતે લાગુ પાડવો અને અમલમાં લાગુ કપાડવો તે સધારો કરવાની જોગવાઇ છે જેથી આ હેલ્મેટ ફકત હાઇવે ઉપર લાગુ કરવા વિનંતી છે.

વધુમાં એડવોકેટ ગોપાલભાઇ ત્રિવેદીએ (ર) સીટ બેલ્ટ અંગે કલમ ૧રપ અંગે જણાવેલકે આ કલમ પણ ફોર વ્હીલ ચાલકો જે હાઇવે ઉપર જ લાગુ કરવું જોઇએ કે શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં સ્પીડ લીમટટ ૩૦થી વધુ ગતિમાં ન હોય તેમજ આ વિસ્તારમાં ટ્રાફીક સમસ્યાના કારણે વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ વધુ થતા હોય છે જેથી આ અંગે કલમ મોટરવ્હીલકલ એકટ કલમ ૧રપમાં સ્પષ્ટ જણાવેલ છે કે વાહન ગતિમાં હોય એટલે શહેરી વિસ્તાર નહીં પરંતુ તેનો અર્થ એવો થાય કે હાઇવે ઉપર દંડ થઇ શકે અને તેમાં પોલીસ અધિકારીને બદલે આર.ટી.ઓ. એટલે કે મોટર વાહન ઇન્સપેકટ દરજ્જાના અધિકાર દંડ લઇ શકશે અને તેમાં પોલીસ અધિકારની ફાઇનની સતા આપવામાં આવેલ નથી. જેથી તે ધ્યાને લેવા વિનંતી છે. તેમ જણાવીને મુખ્યમંત્રીને આ કાયદાનો અમલ સીટી એરિયામાંથી રદ કરવા એડવોકેટ ગોપાલભાઇ ત્રિવેદીએ જણાવેલ છે.

(4:19 pm IST)
  • અમદાવાદ : મણિનગર એલ જી હોસ્પિટલ મા થયો હોબાળો: દદીઁના સગા એ વૃધ્ધાને સારવાર બરાબર ના કરતા તાત્કાલિક સારવાર વિભાગ મા છુટ્ટા હાથ ની થઈ મારામારી: બાઉનસરો તેમજ દદીઁ ના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ access_time 11:46 pm IST

  • નવા ટ્રાફીક કાનુનનો અમલ શરૂ પરંતુ રાજકોટમાં બપોરે ૧૨ સુધીમાં કોઇપણ સ્થળે ફીઝીકલ ચેકીંગ ચાલુ નથી થયું: કેમેરા દ્વારા મેમા ફટકારાય તેવી શકયતાઃ જેથી માથાકુટો ન સર્જાય access_time 12:24 pm IST

  • દિલ્હીના ૩૧ માર્ચ ૧૯૯૭ ના ચકચારી કનોટ પ્લેસ નકલી એન્કાઉન્ટર કેસ, જેમાં 2 ઉદ્યોગપતિઓની સરાજાહેર હત્યા કરાય હતી, તેમાં તત્કાલીન એસીપી સત્યવીર રાઠી સહિત સમગ્ર પોલીસ ટીમને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ! access_time 12:20 pm IST