Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

માધવ ફાઉન્ડેશન દ્વારા ઉજવાયો ગણેશોત્સવ

રાજકોટઃ માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ ગણપતિ મહોત્સવ નિમિતે મહાઆરતી, પ્રસાદ, ધૂન-કિર્તન, સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. માધવ ટ્રસ્ટ દ્વારા ઉજવાયેલ ગણપતી મહોત્સવમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈકોફ્રેન્ડલી મૂર્તિ (માટીમાંથી બનાવેલ)નું સ્થાપન કરવામાં આવ્યુ હતું. ગણપતી મહોત્સવમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબેન રૂપાણી, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ તેમજ મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા અને ચાલુ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, રઘુવંશી સમાજના અગ્રણીઓ વગેરેનો સમાવેશ થયેલ છે. હવેલીના કિર્તન, સત્યનારાયણ ભગવાનની કથા, રકતદાન શિબિર અને થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન આવરી લેવામાં આવ્યુ હતું. જેમાં ૨૧ રકતદાતાઓએ રકત આપ્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા લાલભાઈ પોપટના માર્ગદર્શન હેઠળ દક્ષાબેન પોપટ, નીધિ પોપટ, અરૂણાબેન વોરા, મીરાબેન, યોગીનીબેન, માધવ ચગ, હાર્દિક કેસરીયા, પ્રીતેશ પોપટ, અલ્પેશ પરમાર, ધવલ ડોબરીયા, પુષ્ટિ પોપટ, સત્યપાલ જોબનપુત્રા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:19 pm IST)