Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સમિતિઓની ચેમ્બરમાં એ.સી. મૂકવાની શરતે પ્રમુખના બંગલાનું એ.સી. મંજુર

પ્રજાએ જાણે 'ટાઢક' કરવા માટે જ ચૂંટીને મોકલ્યા છે

રાજકોટઃ આજે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં પંચાયતના પ્રમુખના સત્તાવાર નિવાસ સ્થાને ઉપરના માળે બેડરૂમ નં. ૨ માટે નવુ એરકન્ડીશન ખરીદવાની દરખાસ્ત આવેલ. તેમાં ચંદુભાઈ શીંગાળા અને કે.પી. પાદરિયાએ ચર્ચામાં ભાગ લીધેલ. પ્રમુખના બંગલે એ.સી. ખરીદાતુ હોય તો સમિતિઓના અધ્યક્ષોની નવી ચેમ્બરમાં એ.સી. કેમ નહિ ? તેવો સવાલ તેમણે ઉઠાવતા ડી.ડી.ઓ.એ જણાવેલ કે તે મુદ્દો અલગ છે. અત્યારે પ્રમુખના બંગલાના એ.સી. બાબતે સમિતિએ નિર્ણય લેવાનો થાય છે.

આખરે સમિતિઓના અધ્યક્ષોની ચેમ્બર માટે એ.સી. ખરીદવા હવે પછીની કારોબારીમાં દરખાસ્ત મુકવાની શરતે પ્રમુખના બંગલાના વધારાના એ.સી. માટે બહાલી આપવામાં આવી હતી.

(4:17 pm IST)