Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

તાલુકા પોલીસ સ્ટેશની મુલાકાતે ધોળકીયા સ્કૂલના છાત્રો

પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમે છાત્રોને આવકારી સમજ આપી

છાત્રોના મનમાં પોલીસ પ્રત્યે રહેલો ભય દૂર થાય અને પોલીસની કામગીરી કેવી હોય છે તેનાથી તેઓ વાકેફ થાય એ હેતુથી આજે ધોળકીયા સ્કૂલના બાળકોની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત ગોઠવવામાં આવી હતી. જેમાં બાળકોને પોલીસ અધિકારી શ્રી વી.એસ. વણઝારા અને ટીમે આવકાર્યા હતાં અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સમજાવ્યું હતું. તેમજ પોલીસ દળ પાસે કેવા કેવા હથીયારો હોય છે? તેનો ઉપયોગ શું હોય છે? પોલીસની કામગીરી શું હોય છે? તે સહિતની સમજ આપી હતી. છાત્રો સાથે પોલીસ કર્મચારીઓએ હાથ મિલાવી તેમનો ભય દૂર કર્યો હતો. બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.

(4:09 pm IST)