Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કુવાડવામાં કારચાલકે એક તો બાઇકને ટક્કર મારી માથે જતાં પાઇપથી હુમલોઃ બે મિત્રો ઘવાયા

આકાશદિપનો સંકેત સોલંકી તેના સાળા સાથે મિત્ર ઋત્વીકને કુવાડવા મુકવા ગયો ત્યારે કારચાલક નિરવ કાકડીયાએ હુમલો કર્યાની રાવ

રાજકોટ તા. ૧૬: કુવાડવામાં એક બાઇકને પાછળથી કારના ચાલકે ટક્કર મારતાં તેને ધ્યાન રાખવાનું કહેતાં બાઇક ચાલક અને તેના મિત્ર પર પાઇપથી હુમલો કરવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

માર્કેટ યાર્ડ પાછળ આકાશદિપ સોસાયટીમાં રહેતો અને કેબલ કનેકશનનું કામ કરતો સંકેત નિતીનભાઇ સોલંકી (કોળી) (ઉ.૨૮) ગત સાંજે સાડા છએક વાગ્યે કુવાડવાથી આવેલા પોતાના મિત્ર ઋત્વીક દિપકગીરી બાવાજી (ઉ.૨૦)ને પોતાના બાઇકમાં બેસાડી તેના ગામ કુવાડવા મુકવા ગયો હતો. સંકેત સાથે તેના સાળા રાહુલ કડવાભાઇ ચોૈહાણ (ઉ.૨૨) પણ બેઠા હતાં. ત્રણેય કુવાડવા ગામમાં પહોંચ્યા ત્યારે સ્પીડ બ્રેકર આવતાં બાઇક ધીમુ પડતાં પાછળ સાન્ટ્રો કાર અથડાઇ હતી.

આથી તેના ચાલકને ધ્યાન રાખવાનું કહેતાં તેણે બોલાચાલી કરી હતી અને બાદમાં ફોન કરી બીજા ચારેક શખ્સોને બોલાવ્યા હતાં અને પાઇપથી હુમલો કરતાં સંકેત તથા મિત્ર ઋત્વીકને ઇજા થતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. ચોકીના સ્ટાફે આ અંગે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

રાહુલના કહેવા મુજબ હુમલાખોરોમાં કારના ચાલકનું નામ નિરવ કાકડીયા હોવાનું ઋત્વીકે જણાવ્યું હતું.

લલુડી વોંકળીના અલીભાઇએ ટીકડી પીધા બાદ તબિયત બગડી

કેનાલ રોડ પર લલુડી વોંકળી પાસે રહેતાં અલીભાઇ મહમદભાઇ ધંધુકીયા (ઉ.૭૦) નશો કરવા માટે કોઇ ટીકડીઓ વધુ પી જતા ઉલ્ટીઓ થતાં અને તબિયત બગડતાં સિવિલમાં દાખલ કરાયા હતાં. ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. સારવાર બાદ વૃધ્ધને રજા અપાઇ હતી.

(4:02 pm IST)