Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

૮ દરોડામાં ૨.૧૭ લાખનો વિદેશી દારૂ કબ્જે

ક્રાઇમ બ્રાંચે કેકેવી ચોકમાંથી ભૂપત મૈત્રાને પોણા બે લાખના દારૂ સાથે પકડ્યા તથા અટીકા નાલા પાસેથી હાર્દિકને ૭૨ બોટલ સાથે પકડ્યોે: સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાની બાતમી પરથી દરોડો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન કેકેવી ચોકમાંથી યુનિવર્સિટી રોડ પર મધુવન સોસાયટી-૩માં રહેતાં ભૂપત પ્રભાતભાઇ મૈત્રા (ઉ.૩૦)ને જીજે૧૦ટીટી-૩૬૩૬ નંબરની મહિન્દ્રા ગાડીમાં રૂ. ૧.૭૫ લાખના અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલો સાથે પકડી લઇ દારૂ, ગાડી, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪,૭૫,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપ સિંહ, સંયુકત પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ અતુલ એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

અટીકાના નાલા પાસેથી કારમાં ૭૨ બોટલ સાથે હાર્દિક પકાડાયો

જ્યારે ડીસીબીના નિશાંતભાઇ પરમાર અને મહેશભાઇ મંઢની બાતમી પરથી પડીએમ કોલેજ પાછળ લોધેશ્વર સોસાયટી-૬માં રહેતાં હાર્દિક નાનજીભાઇ પાદરીયાને જીજે૧૦ડીએ-૩૪૮૧ નંબરની સ્વીફટ કારમાં રૂ. ૨૮૮૦૦નો ૭૨ બોટલ દારૂ રાખી અટીકાના નાલા પાસેથી નીકળતાં નિલેષભાઇ, સમીરભાઇ, અનિલભાઇ સહિતની ટીમે પકડી લીધો હતો.

રોશન અને રામસિંહ ૨૩ બોટલ સાથે સકંજામાં આવ્યા

ડીસીપીના કોન્સ. નગીનભાઇ પોલાભાઇ ડાંગરની બાતમી પરથી વાવડી સર્વે નં. ૪૬ સંતોષભાઇ બિહારીના કારખાનામાં રહેતાં રોશન ભોલેભાઇ પટેલ  (માંઝી) (ઉ.૫૫)ને રૂ. ૬૦૦૦ના ૨૦ બોટલ દારૂ સાથે પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમે પકડી લીધો હતો.

રેલનગરનો રામસિંહ ૩ બોટલ સાથે પકડાયો

જ્યારે હેડકોન્સ. રાજેશભાઇ બાળાની બાતમી પરથી રેલનગર હેડગેવાર ટાઉનશીપ કવાર્ટર નં. ૪૦૮માં રહેતાં રામસિંહ જોરૂભા જાડેજા (ઉ.૩૯)ને તેના ઘર નજીક રોડ પરથી રૂ. ૯૦૦ના ૩ બોટલ દારૂ સાથે પીએસઆઇ ધાંધલ્યા અને ટીમે પકડી લીધો હતો.

પેડક રોડ લાખેશ્વરમાંથી ભગુ રબારી ૧૦ બોટલ સાથે પકડાયો

રાજકોટઃ બી-ડિવીઝન પોલીસે આડા પેડક રોડ પર લાખેશ્વર સોસાયટી-૪માં દરોડો પાડી અહિ રમેશભાઇ દેવશીભાઇ રામાણીના મકાનમાં ભાડેથી રહેતાં મુળ માળીયા હાટીના તાબેના કાલીંભડા ગામના ભગુ વીરાભાઇ કોડીયાતર (રબારી) (ઉ.૩૮)ને રૂ. ૩૦૦૦ના ૧૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. પી.આઇ. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ, મહેશભાઇ ચાવડા સહિતે દરોડો પાડ્યો હતો.

નાના મવા નહેરૂનગરનો રવિ ૧ બોટલ સાથે પકડયો

રાજકોટઃ તાલુકા પોલીસ મથકના હર્ષદસિંહ ચુડાસમા, ભગીરથસિંહ સહિતે પાઠક સ્કૂલવાળી શેરીમાંથી રવિ નરેન્દ્રભાઇ પરમાર (ખવાસ) (ઉ.૨૪)ને એક બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો.

કોટેચા ચોકમાંથી તુષાર બે બોટલ સાથે પકડાયો

ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ, કિશોરભાઇ સહિતની ટીમે કોટેચા ચોક સ્વામિ વિવેકાનંદના સ્ટેચ્યુથી આગળ યુનિવર્સિટી રોડ તરફ જવાના ખુણેથી તુષાર કનૈયાલાલ ગણાત્રા (ઉ.૩૬-રહે. બજરંગવાડી-૨)ને એકટીવા જીજે૧૦બીએસ-૭૮૯૦માં રૂ. ૮૦૦ના બે બોટલ દારૂ સાથે નીકળતાં પકડી લીધો હતો.

નારાયણનગરનો નરેશ ૬ બોટલ સાથે ઝપટે ચડ્યો

આજીડેમ પોલીસ મથકના એમ.જે. રાઠોડની રાહબરીમાં પીએસઆઇ પટેલ, કનકસિંહ, શૈલેષભાઇ, ધમભા અને કુલદીપસિંહે નરેશ ઉર્ફ કાનો વિનુભાઇ પરમાર (ઉ.૨૮-રહે. નારાયણનગર-૯, કોઠારીયા સોલવન્ટ)ને રૂ.૨૪૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(4:02 pm IST)
  • અમદાવાદ : મણિનગર એલ જી હોસ્પિટલ મા થયો હોબાળો: દદીઁના સગા એ વૃધ્ધાને સારવાર બરાબર ના કરતા તાત્કાલિક સારવાર વિભાગ મા છુટ્ટા હાથ ની થઈ મારામારી: બાઉનસરો તેમજ દદીઁ ના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ access_time 11:46 pm IST

  • કેન્દ્ર ને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદને કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. આ સમય દરમિયાન તે ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે. જો કે, તે આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. આ સંદર્ભે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામુલ્લા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. access_time 12:28 pm IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો આજે 74 મો જન્મદિવસ છે. ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં છે. આ પ્રસંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે તેમના પિતાને ભાવનાત્મક પત્ર લખ્યો છે. કાર્તિ ચિદમ્બરમે પત્રમાં ઇશારામાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું કે, "પ્રિય અપ્પા, આજે તમે 74 વર્ષનો થયા છો અને કોઈ 56 ઇંચ તમને રોકી શકશે નહીં. તમારી ગેરહાજરીથી આપણું હૃદય દુભાય છે. કાશ, તમે અમારા બધાની સાથે કેક કાપવા ઘરે જ હોત." access_time 11:58 am IST