Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રરમીએ રાજયભરના એફએમસીજી ડીસ્ટ્રીબ્યુટર્સની રાજકોટમાં મીટીંગ

ડીસ્ટ્રીબ્યુટર્સને હટાવી થતા ડાયરેકટ વેંચાણ, ઓનલાઇન ખરીદી, વધુ માર્જીનની સ્કીમો સામે અવાજ ઉઠાવાશેઃ જીએસટીની મુશ્કેલી પણ ચર્ચા પર લેવાશેઃ એકશન પ્લાન ઘડી કઢાશે

રાજકોટ તા. ૧૬: રાજકોટ કંઝયુમર પ્રોડકટ ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસીએશન અને ગુજરાત ફેડરેશન દ્વારા તા. રરના રવિવારે સમગ્ર ગુજરાત રાજયના એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સ માટે એક અગત્યની મીટીંગ હોટેલ ફોર્ચ્યુન, ૧પ૦ ફીટ રીંગ રોડ, મવડી ચોકડી પાસે રાજકોટ ખાતે સવારે ૯ થી સાંજે પ સુધી રાખેલ છે.

જે દરમિયાન મોડર્ન ટ્રેડ બિઝનેસમાં અમુક કંપનીઓ દ્વારા મોલમાં સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર્સની ચેનલને દૂર કરીને ડાયરેકટ બિઝનેસ કરવામાં આવી રહ્યો છે તે મુદ્દે ચર્ચા વિચારણા કરાશે. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સામે અવાજ ઉઠાવવા આયોજન હાથ ધરાશે.

મોલ કે ઓનલાઇન બીજનેસનો વિરોધી ન હોય શકે. પરંતુ દરેક કંપની દ્વારા મોલ કે ઓનલાઇન ચેનલને રીટેલ ચેનલ કરતાં ખૂબજ વધારે માર્જિન અને સ્કીમ આપવામાં આવે છે તેની ગંભીર અસરો સામે સવાલો ઉઠાવાશે. નાની શોપ બંધ થવાથી રોજગારીનો પ્રશ્ન સર્જાશે.

આ સમગ્ર ગુજરાતની મેગા મીટીંગમાં ગુજરાત ફેડરેશન દ્વારા એક એકશન પ્લાન નકકી કરવામાં આવશે અને તેના વિષે ચર્ચા કરી અને તે મુજબના પગલાં લેવામાં આવશે.

ડિસ્ટ્રિબ્યુટર્સને કંપની તરફથી આપવામાં આવતા ટાર્ગેટ પ્રેસર કે સ્ટોક પ્રેસરની પણ ચર્ચા થશે અને કંપની દ્વારા ખોટી રીતે મેમ્બર ને હેરાન કરવા માટે એરીયા કાપવા કે એનઓસી વગર ડિસ્ટ્રિબ્યુટર્સ બદલી નાખવા વગેરેની ચર્ચા થશે અને સર્વાનુમતે યોગ્ય પગલાં માટે એક મજબૂત એકસન પ્લાન પણ તૈયાર થશે.

ઉપરાંત જીએસટીમાં પડતી મુશ્કેલી અને તેની ચર્ચા અને તેના નિવારણ માટે જીએસટી કમિશ્નરશ્રીને યોગ્ય કરવા રજૂઆત માટેની ચર્ચા થશે.

લગતા પ્રશ્નોની ચર્ચા અને તેના સમાધાન માટે બધા મેમ્બર સંગઠિત થઇ તેનો કઇ રીતે મુકાબલો કરશે તેના વિષે માર્ગદર્શન આપવામાં આવશે.

મીટીંગમાં રાજકોટ શહેર તેમજ સમગ્ર ગુજરાતના ઘણા બધા ડિસ્ટ્રિબ્યુટર્સ સામેલ થઇ રહ્યા છે, ત્યારે હજુ પણ જે એફએમસીજી પ્રોડકટ ડિસ્ટ્રિબ્યુટર્સ આ મીટીંગમાં હાજર રહીને એસોસીએસનમાં સામેલ થવા માંગતા હોય તેઓએ સેક્રેટરી જયેશ તન્ના મો. ૯૩૭૪૧ ૦૧૯૪ર પ્રેસિડેન્ટ જીતેન્દ્ર અદાણી મો. ૯૮રપર ૧૯૮૬૬ ખજાનચી નલિન શાહ મો. ૮૪૯૦૯ ૩પ૪૧૭નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:59 pm IST)