Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

દેશભરમાં ટેલીકોમના ૩૬ સર્કલોમાં ૧૮ યુનિયનો વચ્ચે ચૂંટણી જંગઃ સવારથી મતદાન શરૂ

રાજકોટમાં ર સહિત ૮ સ્થળે મતદાનઃ ગુજરાતમાં કુલ ૧૯૯ બુથો ઉભા કરાયા : કુલ ૧ લાખ ૧૦ હજારથી વધુ કર્મચારીઓ મતદાન કરશેઃ જે યુનિયનને વધુ મત તેને માન્યતા...

BSNL ના ૧૮ યુનિયનો વચ્ચે દેશભરમાં ચૂંટણી જંગ જામ્યો છે, રાજકોટમાં મંડપ નાંખી રાવટીઓ ઉભી કરાઇ અને મતદાન શરૂ કરાયું હતું.

રાજકોટ તા. ૧૬: બીએસએનએલના ૩૬ ટેલીકોમ સર્કલોમાં ગૃપ સી તથા ગૃપ ડીના ૧૧૦૯૭૭ કર્મચારીઓ બીએસએનએલમાં પસંદગીનું યુનિયન નકકી કરવા માટે યુનિયનોને ચૂંટી કાઢશે. કુલ ૧૮ યુનિયનો મેદાનમાં છે દરેક યુનિયનને ચુંટણી ચિહન ફાળવવામાં આવ્યું છે. આજે સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ વાગ્યા સુધી સમગ્ર ભારતના ૩૬ ટેલીકોમ સર્કલોમાં ૧૭૪૧ બુથો પર કર્મચારીઓ, મતદાન કરશે. ગુજરાતમાં ૮૯૪ર કર્મચારીઓ મતદાન કરશે. કુલ ગુજરાતમાં ૧૦૦ બુથ છે રાજકોટમાં ૯ બુથ છે. રાજકોટમાં કુલ કર્મચારીઓની સંખ્યા (ગૃપ સી,ડી) ૬૯૧ છે જેમાં શહેરમાં ર-બુથ જયુબેલી બાગ તથા લોહાનગર તથા ગામડા-રૂરલમાં ગોંડલ, ધોરાજી, જેતપુર, મોરબી, ઉપલેટા જસદણ વગેરે જગ્યાએ ૧૯૪ મતદારો મતદાન કરશે રાજકોટ શહેરમાંથી ૪૮૭ કર્મચારીઓ-મતદાનનો ઉપયોગ કરશે.

ગૃપ સી તથા ડી માટે આ આઠમું-વેરીફીકેશન છે જેમાં કર્મચારીઓ પોતાની પસંદગીનું યુનિયન ચૂંટી શકે છે. સમગ્ર ભારતમાં જે યુનિયનને સૌથી વધુ મતો મળશે તેને બીએસએનએલ દ્વારા માન્યતા આપવામાં આવશે. તથા બધા અધિકારો આપવામાં આવશે. મતગણત્રી ૧૮-૯ એ દરેક મત મથકોએ યોજાશે તથા ૧૮મીએ દિલ્હીથી-વિજેતા યુનિયન જાહેર કરવામાં આવશે.

(3:58 pm IST)