Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

૧ ઓકટોબર સુધીમાં કેન્દ્ર સરકાર સુધારેલ ટ્રાફીક એકટ પાછો ખેંચેઃ નહિં તો ર તારીખથી આંદોલન

અસહકાર આંદોલનનું એલાનઃ દરેક જીલ્લા-તાલુકા મથકે લોકોને જોડાશે... : આમ આદમી પાર્ટીએ વડાપ્રધાનને સંબોધી કલેકટરને આવેદન પાઠવ્યું

આમ આદમી પાર્ટીએ નવા ટ્રાફીક એકટનો વિરોધ કરી આવેદન આપ્યું હતું.

 

રાજકોટ તા. ૧૬: આમ આદમી પાર્ટી રાજકોટ એકમે વડાપ્રધાને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કાળા કાયદા સમાન સુધારેલ ટ્રાફીક એકટ સામે આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં સત્યાગ્રહ કરશે.

આવેદનમાં ઉમેરાયું હતું કે, અત્યારે મોંઘવારી, બેકારી અને મંદીના કપરા સમયમાં દેશની જનતા આર્થિક પાયમાલીનો ભોગ બની છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા થોપાનાર સુધારેલ ટ્રાફીક નિયમ એકટને આમ આદમીમ પાર્ટી ગુજરાત પ્રજા પર લાદવામાં આવેલ કાળા કાયદા સમાન ગણાવી તેનો વિરોધ કરે છે અને એ કાયદાને તાત્કાલીક ધોરણે પરત લેવા કેન્દ્ર સરકારને અનુરોધ કરે છે.

આ એકટ સંદર્ભે પ્રજાના સખ્ત રોષ અને વિરોધથી ગભરાઇને ગુજરાત સરકારે મામલો થારે પાડવાની કોશીષ રૂપે કાયદામાં મામુલી જેવા સુધારાઓ કરાવીને આજથી રાજયમાં સુધારેલ દરે દંડ લાગુ કરવાની અને વસુલ કરવાની જાહેરાત કરી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત આ મામુલી સુધારાઓના લટકતા ગાજરનો પણ સખ્ત વિરોધ કરે છે. જો કેન્દ્ર સરકાર ૧ ઓકટોબર સુધીમાં આ કાળો કાયદો પાછો નહિં ખેંચે અને અગાઉના જુના કાયદાનો જ અમલ રાખવાનું જાહેર નહિં કરે તો આમ આદમી પાર્ટી આ કાળા કાયદા સામે ર ઓકટોબરથી ગુજરાત ભરમાં અસહકાર આંદોલન શરૂ કરશે. તા. ર ના રોજ દરેક શહેર, જિલ્લા તાલુકામાં ગુજરાતના લોકોને આ કાળા કાયદાના વિરોધમાં જોડાવા આહવાન કરશે અને વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો આપશે.

(3:56 pm IST)