Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રૂ. ૧૪ કરોડની બેંકની રીકવરી બાબતે થયેલ અપીલને રદ કરતી ગોંડલ કોર્ટ

રાજકોટ,તા.૧૬: રૂ.૧૪,૨૬,૨૮ ,૪૨૯/-  ની બેંકની રીકવરી બાબતે દેણદાર તથા બેંકને જોડી જામીનએ કરેલ અપીલ ગોંડલ કોર્ટ રદ કરી હતી.

રાજકોટમાં મવડી પ્લેટમાં રહેતા રાદ્યવભાઈ શીવાભાઈ અમીપરાએ ઈશ્વર ઓઈલ મીલ તથા તે પેઢીના ગુજરનાર માલિક રમેશભાઈ ગમઢાના કુટુંબીજનો તથા અન્ય ભાગીદારો તેમજ દેના બેંકને જોડી ગોંડલ કોર્ટમાં વિજ્ઞાપન તથા મનાઈહુકમ મેળવવા દાવો દાખલ કરેલ, જેમાં કોર્ટએ બંને પક્ષકારોને સાંભળી ઠરાવેલ કે, દાવો સી.પી.સી. ઓર્ડર ૭, રૂલ ૧૦ મુજબ યોગ્ય હકુમતમાં રજુ કરવો. જે તે હુકમથી નારાજ થઈ વાદી રાદ્યવભાઈ અમીપરાએ ગોંડલના એડી. ડીસ્ટ્રીકટ જજની કોટમાં અપીલ દાખલ કરેલ.

 આજે અપીલમાં રીસ્પોનડન્ટ ગમઢા ફેમેલી વતી વી.કે.શેઠ રોકાયેલ તેઓએ રજુરાત કરેલ કે, દાવામાં ઉલ્લેખેલ આશરે રૂમ. ૧૪,૦૦,૦૦૦/- કરોડ ઉપરાંતની રકમ બાબતે વાદીને સીકયુરીટાઈઝેશન હેઠળ નોટીસ મળી ગયેલ છે અને ડેટ રીકવરી ટ્રીબ્યુનલમાં કાનુની કાર્યવાહી દાખલ થઈ ગયેલ છે, ત્યારે બેંકએ કઈ રીતે રીકવરી કરવી તેના બાબતે કોઈ નિર્ણય મેળવવા ગોંડલ કોર્ટમાં દાવો કરવો. તે હકુમત વિહીન કાર્યવાહી છે. જેથી નીચેની અદાલતનો હુકમ યોગ્ય છે. બેંકીગ લો મુજબ તથા કોમર્શીયલ એકટના પ્રબંધો મુજેબ સીવીલ કોર્ટની હકુમત બાધીત હોય, સીવીલ કોર્ટમાં દાવો ચાલી શકે નહી.

કોર્ટએ બંને પક્ષકારોને સાંભળીને ઠરાવેલ કે, નીચેની અદાલતે જયારે હુકમ ફરમાવ્યો ત્યારે કોમર્શીયલ કોડ એકટ અમલમાં હોય નાણાકીય હકુમત અનુસંધાને કોર્ટએ દાવા અરજી પરત કરવા અંગે જે કોઈ નીર્ણય ફરમાવેલ છે તેમાં કોઈ ગેરકાયદેસરતા નથી.

આ કામમાં ઈશ્વર ઓઈલ મીલ તથા ગમઢા ફેમીલી વતી વિકાસભાઈ શેઠ, બ્રિજ શેઠ,અલ્પા શેઠ તથા વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:54 pm IST)