Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આંબેડકરનગરમાં ચંદુ બગડાના મકાનમાં દરોડો : જુગાર રમતા ચાર પકડાયા

મકાન માલીક ચંદુ, રમેશ ઉર્ફે સંજય, મહેન્દ્ર અને નિલેશની ધરપકડ

રાજકોટ તા.૧૬  :  ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાસે આંબેડકરનગરમાં ચાલતા જુગારધામ પર માલવીયાનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેરના ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એસ. ચંપાવત, એ.એસ.આઇ. ઘેલુભા ઝાલા, મસરીભાઇ તથા ભાવેશભાઇ સહિતને આંબેડકરનગર શેરી નં. ૭/૧૨ માં રહેતો ચંદુ દેશાભાઇ બગડા, (ઉ.વ.૫૪) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક ચંદુભાઇ બગડા, આંબેડકરનગર-૧૪ નો રમેશ ઉર્ફે સંજય રાઘવભાઇ બલવા (ઉ.વ.૩૨), આંબેડકરનગર શેરી નં.૫ ના મહેન્દ્ર બાબુભાઇ સોલંકી (ઉ.વ.૩૫), અને આંબેડકરનગર શેરી નં.૧૪ ના નિલેષ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૩૧) ને પકડી લઇ રૂા ૧૨,૧૦૦ ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

દારૂ ઢીંચી વાહન હંકારતા ચાર શખ્સો પકડાયા

જીલ્લા ગાર્ડન ચોકમાંથી એ ડીવીઝન પોલીસે દારૂ પી જીજે-૩-કેડી-૪૬૭૨ નંબરનું બાઇક લઇને નીકળેલા કરણ દીનેશભાઇ ચાચીયા (ઉ.વ.૨૫) ને તથા રામનાથપરા મેઇન રોડ પરથી દારૂ પી જીજે-૧-એવી ૬૫૫૮ નંબરની રીક્ષા લઇને નીકળેલા રાકેશ ગુણવંતભાઇ સોલંકી (રહે. લલુડી વોકળી, કેવડાવાડી શેરી નં.૪) ને પકડી લીધા હતા, જયારે બી ડીવીઝન પોલીસે પેડક રોડ પર દારૂ પી જીજે-૩-એએફ ૪૧૬ નંબરનું એકટીવા લઇને નીકળેલા રાજુ ગોરધનભાઇ સોલંકી (ઉ.વ.૨૭) (રહે. પેડક રોડ, મીરા પાર્ક પાછળ ઝુપડામાં) ને અને ભકિતનગર પોલીસે સહકાર સોસાયટી પાસેથી દારૂ પી જીજે-૩ એમએમ-૫૯૧૭ નંબરનું બાઇક  લઇને નીકળેલા  પ્રવીણ કેશવજીભાઇ કમાણી (ઉ.વ.૩૫),(રહે. શીવશ્રધ્ધા પાર્ક શેરી નં.૨) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:54 pm IST)
  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • અમદાવાદ : મણિનગર એલ જી હોસ્પિટલ મા થયો હોબાળો: દદીઁના સગા એ વૃધ્ધાને સારવાર બરાબર ના કરતા તાત્કાલિક સારવાર વિભાગ મા છુટ્ટા હાથ ની થઈ મારામારી: બાઉનસરો તેમજ દદીઁ ના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ access_time 11:46 pm IST

  • ઝારખંડના વિપક્ષી નેતા હેમંત સોરેને મુખ્યમંત્રી રઘુવરદાસને ફટકારી લીગલ નોટિસ : પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના પર ભ્રષ્ટ્રાચારના આરોપ મામલે સીએમને નોટીસ ફટકારી આરોપ પાછા ખેંચવા માંગ કરી : હેમન્ત સોરેને કહ્યું કે મને બદનામ કરવા 500 કરોડની સંપત્તિ ખરીદયાનો કરાય છે આક્ષેપ : સાત દિવસમાં માફી માંગે અથવા કાનૂની કાર્યવાહીની ચીમકી આપી access_time 12:53 am IST