Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સતારાણી તળાવમાં ન્હાવા પડેલા ૧૫ વર્ષના મેહુલનું ડુબી જતા મોત

રાજકોટ તા ૧૬  :  નવા દોઢસો ફૂટ રોડ પર સતારાણી તળાવમાં મીત્રો સાથે ન્હાવા પડેલા ૧૫ વર્ષના ભરવાડ કિશોરનું ડુબી જવાથી મોત નીપજતાઅરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ  રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતો મેહુલ મેરામભાઇ ચાવડીયા (ઉ.વ.૧૫) ગઇકાલે મિત્રો સાથે નવા દોઢસો ફૂટ રોડ પર આવેલા સતારાણી તળાવમાં ન્હાવા ગયો હતો. ન્હાતી વખતે મેહુલ ડુબવા લાગતા તેના મિત્રએ બહાર નીકળી કોઇ રાહદારીના ફોનમાંથી જાણ કરતા મેહુલના ફુવા સહિત ના પરિવારજનો દોડી આવ્યા હતા અને મેહુલને પાણીમાંથી બહાર કાઢી તાકીદે સનર્જી હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક મેહુલ ધોરણ ૮માં અભ્યાસ કરતો હતો, તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો, તેના પિતા રિક્ષા ચલાવે છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. અજયસિંહ ચુડાસમા તથા બ્રીજરાજસિંહએ કાર્યવાહી કરી હતી.

(3:54 pm IST)
  • નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ શેરબજારમાં વેંચવાલીનો માહોલઃ રૂપિયો ૭૧.૪૬ : શેરબજારમાં વેંચવાલીનો માહોલ નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ સેન્સેકસ ર.૩૦ કલાકે ર૭૦ પોઇન્ટ ઘટીને ૩૭૧૧૪ અને નીફટી ૮૧ પોઇન્ટ તુટીને ૧૦૯૯૪: ડોલર સામે રૂપિયો ૭૧.૪૬ ઉપર ટ્રેડ કરે છે access_time 11:43 am IST

  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST

  • દિલ્હીના ૩૧ માર્ચ ૧૯૯૭ ના ચકચારી કનોટ પ્લેસ નકલી એન્કાઉન્ટર કેસ, જેમાં 2 ઉદ્યોગપતિઓની સરાજાહેર હત્યા કરાય હતી, તેમાં તત્કાલીન એસીપી સત્યવીર રાઠી સહિત સમગ્ર પોલીસ ટીમને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ! access_time 12:20 pm IST