Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાજકોટનો જિલ્લાકક્ષાનો નમામિદેવી નર્મદે મહોત્સવ જસદણ તાલુકાના જીવાપર ગામે યોજાશે

કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે

રાજકોટ, તા.૧૬,: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપરના સરદાર સરોવરડેમમાં બાંધકામ પૂર્ણ થયા બાદ પ્રથમવાર નર્મદાડેમ પૂર્ણ સપાટી ૧૩૮.૬૦ મીટર સુધી જળરાશિથી ભરાયો છે. જેના પરિણામે ગુજરાત વાસીઓનું વર્ષો જુનું સ્વપ્ન પરિપૂર્ણ થતા વડા પ્રધાનશ્રી નરેદ્રભાઇ મોદીના જન્મ દિન તા.૧૭ સપ્ટેમ્બરના રોજ નર્મદા નીરના વધામણા માટે રાજયના જિલ્લાઓમાં નમામિ દેવિ નર્મદે મહોત્સવઙ્ગ કાર્યક્રમ જનસહયોગથી જિલ્લા કક્ષાએ ઉજવાશે.

રાજકોટ જિલ્લાકક્ષાનો નમામિ દેવી નર્મદે મહોત્સવ જસદણ તાલુકાના જીવાપર ગામે રાજયના કૃષિ મંત્રીશ્રીઙ્ગ આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને તા.૧૭ના રોજ સવારે ૯.૩૦ઙ્ગ કલાકે યોજનાર આવશે આ પ્રસંગે સંતો/મહંતો અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

 આ પ્રસંગે મંત્રીશ્રી મહાનુભાવો અને ગ્રામજનો કર્ણુકી જળાશયના સ્થળે નર્મદા મૈયાની આરતી, પુજનવિધિ અને શ્રીફળ પધરાવવાની વિધિ કરશે.

આ કાર્યક્રમ પ્રસંગે જીવાપર પ્રાથમિક શાળા, વિદ્યા-વિહાર હાઇસ્કુલ અને શ્રી એમ.પી.જે. ધોળકિયા હાઇસ્કુલ આટકોટના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વાગત ગીત, નાટક અને શ્નગરબાના કાર્યક્રમ લૃ રજૂ કરવામાં આવશે તેમજ આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. તેમ જસદણના પ્રાંત અધિકારીશ્રી ચૌધરીએ જણાવેલ છે.

(3:49 pm IST)