Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ

સમગ્ર રાજયમાં નરેન્દ્રભાઇના જન્મ દિન નિમિત્તે નમામિ દેવી નર્મદે મહોત્સવ : મ્યુ. કોર્પોરેશનનું આયોજન આજે સવારે મેયર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે વિવિધ સંસ્થાઓ કોલેજ, એસોસિએશનની મીટીંગ

રાજકોટ, તા. ૧૬ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફકત ૧૭ દિવસમાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરના પાટિયા ચડાવવાની મંજૂરી આપવામાં આવેલ હતી. ચાલુ વર્ષે મેદ્યરાજાની અસીમ કૃપા થતા સરદાર સરોવર ૧૩૮ મીટર એટલે કે પૂર્ણ સપાટીએ ભરાઈ જવાના અવસરે તા. ૧૭ સપ્ટેમ્બર ના રોજ સવારે ભારતના  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં અને ગુજરાનના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવકાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૭ના રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસ પણ હોઈ ઉજવણીની ખુશી બેવડાઈ ગઈ છે. સરદાર સરોવર ડેમ આજે છલોછલ ભરાયો છે, સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુકિત મળી છે, તો આવા હર્ષ અને ઉલ્લાસ સાથે આવતી કાલે તારીખ ૧૭ના રોજ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન આજી ડેમ ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે મ્યુ. કોર્પોેરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યક્રમને અનુલક્ષીને આજરોજ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ખાતે મીટીંગ હોલમાં મેયર બીનાબેન આચાર્ય, પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલ, મહિલા પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય  લાખાભાઈ સાગઠીયા,   અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ભાજપા મહામંત્રી  દેવાંગભાઈ માંકડ,  કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, ડે. કમિશનરશ્રી ચેતન નંદાણી,  ચેતન ગણાત્રા, રાજકોટ મહાનગરપાલિકાની જુદીજુદી કમિટીઓના ચેરમેનઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, શાસર્કોના હોદેદારો તેમજ વિવિધ કોલેજો, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ, એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૭/૦૯/૨૦૧૯ના રોજ આજીડેમ ખાતે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પૂર્ણ સપાટી સુધી ભરાઈ જવાથી  નમામિ દેવી નર્મદે મહોત્સવની ખૂબ જ ધામ ધૂમથી ઉજવણી થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ ઉજવણીમાં સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, અને શહેરીજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના નીરના વધામણા, મહાઆરતી, રાસ ગરબા, લોકગીત, લોકસાહિત્ય તથા સંતોના આશીર્વચન બેન્ડ સુરાવલી, શંખનાદ વિગેરે કાર્યક્રમનું આયોજન કરાવામાં આવેલ છે.(૯.૭)

(3:48 pm IST)