Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

નવા ટ્રાફિક નિયમો સામે ભારે આક્રોશઃ લોકો બજાર બંધ કરાવવા નીકળ્યાઃ થોડીવાર સોનીબજારમાં શટર પડયા

ટોળું આગળ વધી ગયા બાદ જવેલર્સોએ ફરી શોરૂમો ખોલી નાખ્યા

 રાજકોટઃ આજથી રાજયમાં નવા મોટર વહિકલ એકટના અમલ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે સામાન્ય નગરિકથી લઈને વેપારીઓ પણ હેલ્મેટ જેવા કાયદાનો વિરોધ કરી રહ્યાં છે, શહેરના જંકશન પ્લોટના વેપારીઓ તો બંધ પાડવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આજે સવારે નવા ટ્રાફિક નિયમોના વિરોધમાં લોકોનું ટોળું બજારો બંધ કરાવવા નીકળ્યું હતું જે પેલેસ રોડ પર હાકલા પડકારા કરતા પેલેસ રોડના શોરૂમોના શટર પાડી નાખયા હતા  જોકે ટોળું આગળ વધી ગયા બાદ જવેલર્સોએ ફરી શોરૂમો ખોલી નાખ્યા હતા અને રાબેતામુજબ વેપાર ધંધામાં વ્યસ્ત બન્યા હતા ( તસ્વીર સંદીપ બગથરીયા )

(4:01 pm IST)