Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાજકોટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી યોજાતો ભંડારો

ટંકારા : લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માં અંબાજીના દર્શને ચાલીને જાય છે. આ પદયાત્રા દશ દિવસ સુધી ચાલે છે. રાજકોટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮ વર્ષથી દયા કલ્યાણ તથા વસંત મહારાજની કૃપાથી અંબાજી પાસે ભંડારો યોજાય છે. આ ભંડારામાં દસ દિવસ સુધી પદયાત્રીઓને ચોવીસે કલાક જમાડવામાં આવે છે. પદયાત્રીઓને માલીસ તથા દવા સારવાર આપવામાં આવે છે. આ વર્ષે ભાદરવી પુનમ ઉપર યોજાયેલ ભંડારામાં ૧પ૦ જેટલા સ્વયં સેવકોએ દિવસ રાત ભોજન પીરસેલ. ટંકારા તાલુકાના સ્વયં સેવકોએ રસોડા વિભાગમાં સેવા આપેલ. જામનગરના સ્વયંસેવકોએ મસાજ-ચંપી, દવા, સારવાર પૂરી પાડેલ. આ ભંડારાનો હજારો યાત્રાળુઓએ લાભ લીધેલ.

(1:20 pm IST)