Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ભાયાસર પાસે ઝાડમાં દોરી બાંધી રાજકોટના હાર્દિક કાકડીયાનો ગળા ફાંસો ખાઇ આપઘાત

અયોધ્યા સોસાયટીનો પટેલ યુવાન કારખાને જવાનું કહી નીકળ્યા બાદ પગલુ ભર્યુ

રાજકોટ તા ૧૬  : હરીધવા રોડ અયોધ્યા સોસાયટીમાં રહેતા પટેલ યુવાને ભાયાસર ગામ પાસે આવેલી ફોરેસ્ટની જગ્યામાં ઝાડમાં દોરી બાંધી ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ કુવાડવા ગામના વતની અને હાલમાં રાજકોટ હરી ધવા રોડ પર અયોધ્યા સોસાયટીમાં રહેતા હાર્દિક રસીકભાઇ કાકડીયા (ઉ.વ.૨૫) એ ગઇ કાલે ભાયાસર ગામમાં વૃંદાવન હોટલ પાસે આવેલી ફોરેસ્ટ વિભાગની જગ્યામાં ઝાડની ડાળીમાં દોરી બાંધી ગાળા ફાંસો ખાઇ લીધો હતો. દરમ્યાન બાજુમાં વાડીમાં કામ કરતી વ્યકિત જોઇ જતા તેણે તાકીદે ગામના સરપંચને જાણ કરતા સરપંચ સહિતના ગામ લોકો એકઠા થઇ ગયા હતા, બાદ જાણ કરતા આજીડેમ મથકના હેડ કોન્સ. હેમતભાઇ તથા રાઇટર ભીખાભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક બે ભાઇમાં નાનો હતો. માતા પિતા કુવાડવા ગામમાં રહે છે. તે રાજકોટમાં તેના મોટાભાઇ સાથે રહેતો હતો અને બોઠડા ગામ પાસે કારખાનામાં મેતાજી તરીકે નોકરી કરતો હતો. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે

(11:57 am IST)