Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝના એડી. કમિશ્નર ચંદનની બદલીઃ કસ્ટમ્સમાં નિમણુંક અપાઇ

રજકોટ તા. ૧૬: ગુજરાત સેન્ટ્રલ એકસાઇઝના ચીફ કમિશ્નર દ્વારા ઇન્ટરનલ બદલીના ઓર્ડર કરાયા છે, જેમાં રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝમાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા એડી. કમિશ્નર શ્રી ચંદનની આખરે બદલી કરાઇ છે, અને તેમને કસ્ટમ્સમાં નિમણુંક અપાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે શ્રી ચંદનનો સમયગાળો ગત વર્ષે જ પૂર્ણ થયો હતો, છતાં તેમને એકસટેન્શન અપાયું હતું અને તેમણે રાજકોટમાં યશસ્વી કામગીરી બજાવી હતી.

દરમિયાન અમદાવાદ ડીજીજીઆઇમાં જોઇન્ટ ડાયરેકટર તરીકે કચ્છ સેન્ટ્રલ એકસાઇશ્રઝના જોઇન્ટ કમિશ્નરશ્રી ઝાકીર હુસેનને નિમણુંક અપાઇ છે, આ પહેલા તેઓ જામનગર ડીઆરઆઇમાં પણ ફરજ બજાવી ચૂકયા છે, ભારે કડક અમલદાર તરીકે તેમની ગણના થાય છે.

(11:55 am IST)