Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

લોકમેળામાં કાદવ-કીચડનું સામ્રાજયઃ તંત્ર દ્વારા યુધ્‍ધના ધોરણે મોરમ-ટાંચ પથરાઇ

રાજકોટઃ કાલથી બે વર્ષના અંતરાલ પછી રાજકોટનો વિશ્વ વિખ્‍યાત લોક મેળાનો શુભારંભ થનાર છે. લોકમેળામાં બધી તૈયારીઓ આટોપાઇ ગઇ છે અને હવે ખાલી ઉદ્દઘાટનની જ રાહ છે, તેવામાં લાખો રૂપિયાની બોલી લગાડનાર યાંત્રીક તથા અન્‍ય સ્‍ટોલ ધારકો લોકમેળાના ઉદ્દઘાટન પહેલાજ કાદવ-કીચડથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે વરસાદી વાતાવરણ વચ્‍ચે તંત્ર દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં કાદવ-કીચડ ન થાય તે માટે કોઇ વ્‍યવસ્‍થા ન કરાતા વેપારીઓમાં ભારે કચવાટ ઉભો થયો છે. લોકમેળામાં કાદવ-કીચડ હોવાથી મુલાકાતીઓને પણ મુશ્‍કેલી પડશે અને જો પુરતા પ્રમાણમાં લોકો મેળો માણવા નહીં આવે તો લાખો રૂપિયાની હરરાજીમાં સ્‍ટોલ મેળવનાર વેપારીને પણ નુકશાની જવાની બીક આજથી જ સતાવાળા લાગી છે. આજે બપોર સુધીમાં પણ સારો એવો વરસાદ પડી જતા કાદવ-કીચડે પોતાનું સામ્રાજય વધુ મજબુત બનાવતા ચિંતાની લાગણી લોકો અને સ્‍ટોલ ધારકોમાં પ્રસરી છે. તંત્ર દ્વારા તાકીદે ગ્રાઉન્‍ડમાં મોરમ, ટાંચ વગેરે પાથરવામાં આવે તો લોકો અને વેપારીઓ રાહત મળે જો કે તંત્ર દ્વારા કાદવ-કિચડ થવાની ફરીયાદો આવતા યુધ્‍ધના ધોરણે મોરમ-ટાંક વગેરે પાથરવાનું શરૂ કરાયેલ (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:50 pm IST)