Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેની જાહેરાત કરીને સરકારે આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીને સાર્થક કરી

પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત ૨૪ કલાક તત્‍પર-તૈયાર રહેતા પોલીસતંત્રની માંગણીનો ઉકેલ લાવવા બદલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી સહિત સમગ્ર રાજય સરકારને અભિનંદન પાઠવતા રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવીએ પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે સહિતના મુદ્દાઓનું નિરાકરણ લાવવાની જાહેરાત કરતા આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીને સાર્થક કરી છે. રાજય સરકારના આ નિર્ણયથી પોલીસ પરિવારોમાં ખુશીની લાગણી છવાઇ થઇ છે તેમ જણાવતા સૌરાષ્‍ટ્રના ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળ રાજય સરકારને અભિનંદન આપ્‍યા છે.

તેઓના જણાવ્‍યા અનુસાર ઓકટોબર ૨૦૨૧ના રોજ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો બાબતે એક ઉચ્‍ચસ્‍તરીય સમિતિની રચના કરવામાં આવી હતી અને આ સમિતિએ પોતાનો અહેવાલ માર્ચ ૨૦૨૨માં સુપ્રત કર્યો હતો. આ અહેવાલના આધારે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી અને પોલીસ મહા નિર્દેશક દ્વારા અભ્‍યાસ કર્યા બાદ એક સ્‍તુત્‍ય નિર્ણય લેવાયો છે જે દર્શાવે છે કે પોલીસ કર્મીઓના હિત તેમજ સુખાકારી માટે ભારતીય જનતા પાટીની સરકાર સતત પ્રયત્‍નશીલ રહી છે.

રાજુભાઇ ધ્રુવે એમ પણ જણાવ્‍યુ  કે, આજે જયારે ગુજરાત રાજ્‍યના ગૃહ રાજય મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી રાજયની કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિને માત્ર સુપેરે નિભાવી જ નથી રહ્યા બલકે ડ્રગ સહિતના મુદ્દે માત્ર ભારત જ નહી અન્‍ય દેશોમાં પણ તેમની ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે સુવિખ્‍યાત થયા છે.

આપણે સૌ જાણીએ છીએ એ મુજબ  કોઇપણ સ્‍થાઇ અને ટકાઉ વ્‍યવસ્‍થા સુધારો જાહેર કરવા માટે નાણા ભંડોળની આગોતરી                      અને કાયમી વ્‍યવસ્‍થા ઉપર ધ્‍યાન આપવું  પડતું હોય છે અને જો આમ ન કરવામાં આવે તો સ્‍વાભાવિક રીતે આ પ્રકારના નિર્ણયો કાનૂની ગુંચમા અટવાઇ જતા હોય છે.

આ  બધી બાબતોને ધ્‍યાનમાં રાખ્‍યા પછી રાજય સરકારે ૮ ઓગષ્‍ટના રોજ પોલીસ કર્મચારીઓના  ગ્રેડ પમાં સુધારો વધારો કરવાનો નિર્ણય લીધો હતો અને હવે આઝાદી પર્વ નિમિતે તેની જાહેરાત કરવામાં આવી હોવાનું યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:25 pm IST)