Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કર્મચારીઓને શોષણ મુક્‍ત કરાવીએ... મોંઘવારીના મારથી મુક્‍તિ મેળવીએ : પરેશ ધાનાણી

આઝાદીના અમૃત મહોત્‍સવને સળગતી સમસ્‍યાઓથી મુક્‍ત બનાવીને ઉજવવા રાજ્‍ય સરકાર સમક્ષ માંગણી કરતા અમરેલીના કોંગ્રેસના ધારાસભ્‍ય અને વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા

રાજકોટ તા. ૧૬ : આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી થઇ રહી છે ત્‍યારે સળગતી સમસ્‍યાઓને મુકત બનાવીને ઉજવવા રાજ્‍ય સરકાર સમક્ષ અમરેલીના કોંગ્રેસના ધારાસભ્‍ય અને વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્‍યું છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્‍યું છે કે, ૧) કર્મચારીઓને શોષણ મુક્‍ત કરાવીએ, ૨) પોલીસવાળાને ફરી રક્ષણહાર બનાવીએ, ૩) ઓનલાઈન આક્રમણથી નાની દુકાન બચાવીએ,ᅠ૪) બેંકલોન લૂંટારાને જેલની હવા ખવડાવીએ, ૫) બધુજ કાળુધન દેશમા પાછુ લાવીએ ૬) સરકારી સેવાનુ ખાનગીકરણ અટકાવીએ,ᅠ ૭) સરકારી દખલથી ન્‍યાયપાલિકાને બચાવીએ,ᅠ૮) સંવૈધાનિક સંસ્‍થાઓને સ્‍વતંત્રતા અપાવીએ,ᅠ૯) એસ.ટી બસની અનિયમિતતા બંધ કરાવીએ,ᅠ૧૦) બ્‍હેન અને બાળકોને કુપોષણથી બચાવીએ,ᅠ ૧૧) ટ્રાફિક ટેરરીઝમથી મુક્‍તિ મેળવીએ, ૧૨) સરકારી કચેરીએ ભ્રષ્ટાચાર બંધ કરાવીએ,ᅠ૧૩) કરાર-ફિક્‍સ-આઉટસોર્સ બંધ કરાવીએ,ᅠ૧૪) ભરતી ગોટાળાથી નોકરીઓ બચાવીએ,ᅠ૧૫) ગૌ-માતાને લાયસન્‍સરાજથી મુક્‍તિ અપાવીએ,ᅠ૧૬) નવરાત્રીના ગરબા ઉપર કરવેરો હટાવીએ,ᅠ૧૭) ચિઝ બટર અને પનીરને કરમુક્‍ત કરાવીએ,ᅠ૧૮) દહીં-દુધ-છાસ ઉપરથી કરવેરો હટાવીએ,ᅠ૧૯) મોંઘાદાટ વિજબીલથી મુક્‍તિ મેળવીએ,ᅠ૨૦) વ્‍યાંજકવાદી ચુંગાલથી છૂટકારો મેળવીએ,ᅠ૨૧) ખનિજ માફિયાઓને નિયંત્રણમા લાવીએ,ᅠ૨૨) મિલ્‍કત માફિયાઓથી મુક્‍તિ મેળવીએ,ᅠ૨૩) ફિ માફિયાઓને સબક શિખવાડીએ,ᅠ૨૪) ડ્રગ્‍સ માફિયાઓથી યુવાધન બચાવીએ,ᅠ૨૫) ગેસનો સિલિન્‍ડર ફરી સસ્‍તામાં લાવીએ,ᅠ૨૬) પેટ્રોલ ડીઝલના ભાવ નિયંત્રણમા લાવીએ,ᅠ૨૭) કૃષિ ઉત્‍પાદનોને કરમુક્‍ત કરાવીએ,ᅠ૨૮) કર આતંકવાદ ઉપર લગામ લગાવીએ,ᅠ૨૯) જીએસટીની ઝંઝટથી છૂટકારો મેળવીએ,ᅠ૩૦) મોંઘાદાટ શિક્ષણથી મુક્‍તિ મેળવીએ,ᅠ૩૧) આરોગ્‍ય સારવાર સસ્‍તી કરાવીએ,ᅠ૩૨) મોંધવારીના મારથી મુક્‍તિ મેળવીએ,ᅠ૩૩) બેરોજગારીના ભારથી મુક્‍તિ મેળવીએ,ᅠ૩૪) આર્થિક મંદીની મોકાણથી છૂટકારો મેળવીએ,ᅠ૩૫) લડખડાતી લોકશાહીનો જીવ બચાવીએ, ૩૬) નફાખોરી ઉપર નિયંત્રણ લાવીએ,૩૭) રાશનની કાળાબજારી બંધ કરાવીએ, ૩૮) આંદોલનના અધિકારને આગળ ધપાવીએ, ૩૯) માહિતીના અધિકારને ધારદાર બનાવીએ, ૪૦) સાયબર હુમલાને સદંતર બંધ કરાવીએ, ૪૧) શ્રમિકોને પુરતું વળતર અપાવીએ, ૪૨) ગૌચરની જમીનોને દબાણમુક્‍ત કરાવીએ,ᅠ ૪૩) રૂા.૮૦ નો ડોલર ફરી સસ્‍તો મેળવીએ, ૪૪) રૂા.૨૮૦૦ નો તેલડબો ફરી સસ્‍તામાં મેળવીએ,ᅠ૪૫) લદાખમાંથી ધુસણખોર ચીનને ભગાડીએ તેમ અંતમાં પરેશભાઇ ધાનાણીએ જણાવ્‍યું છે.

(3:23 pm IST)