Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

શિવતત્‍એ આત્‍મકલ્‍યાણ અને મોક્ષ પામવાનો ઉત્તમ માર્ગ છે

શિવોભુત્‍વા શિવ યજેત એટલે કે શિવ ઉપાસના કરવા શિવ જેવું બનવું જોઇએ. શિવ જ્ઞાનના ત્‍યાગ અને સમર્પણના દેવ છે. તેમના મસ્‍તક પર ચંદ્ર બીરાજે છે. જ્ઞાનના આષાોતમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહે છે. શિવજીની ઉપાસના કરનાર પણ જ્ઞાન પિયાસું હોવો જોઇએ. શિવજી હિમાચ્‍છાદિત ધૅવલ ગિરીશૃંગ પર બિરાજે છે. અને બતાવે છે કે જ્ઞાનની બેઠક જ્ઞાનનું આસન વિરૂધ્‍ધ હોવું જોઇએ શિવમાં જ શિવતત્‍વ છુપાયેલું છે. શિવ તત્‍વના કલ્‍યાણનો માર્ગ અનેક વિટંબણાઓથી ભરેલો છે. શિવજીએ કામ દહન કર્યુ છે. અને શરીર પર ભસ્‍માલેય ધારણ કર્યુ છે. તથા શરીર પર સર્પોને રમાડે છે. તેમજ શિવમંદિરમાં પ્રવેશતા પહેલા નંદી અને કાચબાને પ્રણામ કરીએ છીએ. નંદીએ શિવને વહન કરે છે એટલે કે શિવને પામવા જીવન સંયમી હોવું જોઇએ જો આપણે ઇન્‍દ્રિીયોના જાળમાંથી બહાર નિકળીએ તો જ શિવતત્‍વ શુભ તત્‍વ અને સાચાજ્ઞાનને પામી શકીએ છીએ એ વાતનું શ્રેષ્‍ઠ ઉદાહરણ કાચબો છે. આ ઉપરાંત શિવલીંગ પર સતત જળ ટપકાવતી જળધારા સુચવે છે કે આપણા પ્રેમ.જય.નામ અને સાધના સતત કરતા રહેવા જોઇએ અને શિવજી ભોળાશૅકર કહેવાય છે. જેના પર પ્રસન્ન થાય તેનો ભવસાગર પાર ઉૈતરે છે. શિવતત્‍વએ આત્‍મકલ્‍યાણનો અને જીવને મોક્ષ આપવાનો સાચો માર્ગ બતાવે છે. શિવતત્‍વનો મહિમા તો અપરંપાર છે.

શાષ્ત્રી બટુક મહારાજ

ગામઃ કાળીપાટ સ્‍વામિનારાયણ મંદિરના પુજારી

મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(3:22 pm IST)