Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પલસાણા ૯, વ્યારા ૮, ડોલવણ બારડોલી ૭ અને સોનગઢમાં ૬ ઇંચ

રાજયના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ... ઉકાઇ ડેમની જળસપાટી ૩૫૫ ફુટને પાર...૧ લાખ કયુસેક જેટલું પાણી છોડાતા તાપી સતત બે કાંઠે

(જીતેન્દ્ર રૃપારેલીયા) વાપીઃ પવિત્ર શ્રાવણ માસમાં મેઘરાજા રાજયના અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહીયા છે જેને પગલે ૯ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. મેઘરાજાનાં વિદાયની વાતો વચ્ચે મેઘરાજાએ જાણે ત્રીજો રાઉન્ડ શરૃ કર્યો હોય તેમ તૂટી પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.

બીજી બાજુ ભારે વરસાદને પગલે બંધો અને જળાશયોની જળ સપાટી સતત વધતા તંત્ર ફરી દોડતું થયું છે. સાઉથ ગુજરાતની જીવાદોરી સમાન  ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહિયુ છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી ૩૩૫.૨૯ ફુટે પહોંચી છે, ડેમમાં ૧૦૪૭૮૮ કયુસેક પાણીની આવક ને પગલે ડેમમાંથી ૧૦૪૭૮૮ કયુસેક પાણી છોડવામાં આવતા કોઝ વે પાણીમાં ગરક થયો છે.

પલસાણા ૨૧૭ મીમી, વ્યારા ૨૦૪ મીમી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ તો.. પલસાણા ૨૧૭ મીમી, વ્યારા ૨૦૪ મીમી, ડોલવણ અને બારડોલી ૧૭૨ મીમી, સોનગઢ ૧૪૭ મીમી, માંડવી ૧૩૧ મીમી, મહુવા ૧૩૦ મીમી, વાલોડ ૧૨૧ મીમી, નવસારી ૧૧૧ મીમી, અને ઉમરપાડા ૧૦૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

મેઘરજ અને જલાલપોર ૯૪ મીમી, ધરમપુર ૯૧ મીમી, કપરાડા અને સુબીર ૮૪ મીમી, ચોર્યાશી ૮૧ મીમી, સુરત સીટી ૭૫ મીમી, આહવા ૭૨ મીમી, વાંસદા ૬૭ મીમી, ખેરગામ ૬૪ મીમી, વાપી ૬૨ મીમી, પારડી ૬૧ મીમી, વધઇ ૫૯ મીમી, ઉચ્છલ ૫૮ મીમી, સતલાસણા ૫૭ મીમી, ચીખલી ૫૬ મીમી, ગણદેવી અને નિઝર ૫૫ મીમી, ખેડબ્રહ્મા અને વડાલી ૫૩ મીમી સાગબારા ૫૨ મીમી, માંગરોળ ૫૧ મીમી, તો સંતરામપુર અને વિજયનગર ૫૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજયનાં ૧૮૪ તાલુકાઓમાં ૧થી ૪૯ મીમી સુધીનો વરસાદ નોંધાયેેલ છે. આ લખાઇ રહ્યુ છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે ઉતર અને સાઉથ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાની માહિતી મળી રહી છે.

(3:18 pm IST)