Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

૭૬મા સ્વાતંત્રતા દિનની ઉજવણીના ભાગરૃપે શહેર પોલીસનું થેલેસેયિમા ગ્રસ્ત બાળકો માટે રકતદાન

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને સ્ટાફે કર્યુ રકતદાન

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પુરા થતાં ૭૬માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે પોલીસ દ્વારા પ્રજા કલ્યાણના કાર્ય અંતર્ગત પોલીસ હેડકવાર્ટર ખાતે થેલેસેમિયા પિડીત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા મળી ૧૦૦ અધિકારીઓ, કર્મચારીઓએ રકતદાન કર્યુ હતું. રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી આ રકતદાન કેમ્પ યોજાયો હતો

(3:14 pm IST)