Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ૧૦૦ શહેરોમાં રાજકોટને સ્થાનઃ પ્રદીપ ડવ

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ, વકત આને પર બતા દેંગે તુજે ઓ આસમા, હમ અભી સે કયા બતાએ કયા હમારે દિલ મેં હૈ :મહાનગરપાલિકા દ્વારા ૧૫મી ઓગસ્ટે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાઈઃ ત્રિરંગો લહેરાવતા મેયર

રાજકોટ, તા ૧૬: મહાનગરપાલિકા દ્વ્રારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી ૧૫મીએ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કરવામાં આવેલ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં મેયર ડો. પ્રદિપ ડવએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવએ રાષ્ટ્રને આઝાદી અપાવનાર તમામ શહીદોને વંદન સાથે શહેરના નગરજનો જોગ પોતાના સંદેશમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતુ કે, વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ૧૦૦ શહેરોમાં રાજકોટ અગ્રીમ હરોળમાં છે.

વિશેષમાં, મેયરે જુસ્સા સાથે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ, વકત આને પર બતા દેંગે તુજે ઓ આસમા, હમ અભી સે કયા બતાએ કયા હમારે દિલ મેં હૈ પંકિત રજુ કરી હતી.

વિશેષમાં, મેયરે જણાવેલ કે, ભારત દેશના તિરંગાની તાકાત શું છે તે તાજેતરમાં સમગ્ર દેશવાસીઓએ જોયેલ છે.

આઝાદી કા અમૃત મહોત્સવની ૭૫ વર્ષની સમગ્ર દેશમાં શાનદાર રીતે થઈ રહેલ ઉજવણીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ હર ઘર તિરંગાની અપીલને સમગ્ર દેશવાસીઓની સાથોસાથ રાજકોટ શહેરના સૌ નગરજનોએ પણ ઉલ્લાસભેર સ્વીકારેલ છે જેના પરિણામ સ્વરૃપે આજે રાજકોટ શહેરમાં ૪ લાખથી વધુ તિરંગાઓ ફરકી રહ્યા છે, જે બદલ સૌ નગરજનોની રાષ્ટ્રભાવનાને વંદન કરું છું.

વિશેષમાં, રાજકોટવાસીઓ ઉપરાંત રાજય, દેશ અને વિશ્વભરના લોકો માટે નવીન નઝરાણું બની રહે તેવા રામવનની કામગીરી પૂર્ણ થયેલ છે, જેનું ટૂંક સમયમાં જ લોકાર્પણ થનાર છે.

કેન્દ્ર તથા રાજય સરકારના સાથ-સહકારથી રાજકોટ શહેરનો ચોતરફ સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે સાથોસાથ શહેરમાં ભળેલા ગામોનો પણ વિકાસ થઇ રહ્યો છે અને પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ શહેરીજનોને શ્રેષ્ઠ ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દિવસ રાત એક કરીને સતત પ્રયત્ન કરી રહ્યું ઙ્ગછે.

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ થકી રાજકોટ શહેરને વિકાસની એક નવી ઉંચાઈએ પહોચાડવા આપણે સૌ કટીબધ્ધ બનીએ.

આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, નરેન્દ્રભાઈ ડવ, નીતિનભાઈ રામાણી, નરેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઈ કાટોડીયા, ભાવેશભાઈ દેથરીયા, મગનભાઈ સોરઠીયા, અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, ચેતનભાઈ સુરેજા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, હાર્દિકભાઈ ગોહિલ, બાબુભાઈ ઉધરેજા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, ડો. દર્શનાબેન પંડ્યા, રુચીતાબેન જોશી, નયનાબેન પેઢડીયા, દેવુબેન જાદવ, જયાબેન ડાંગર, દુર્ગાબા જાડેજા, બીનાબા જાડેજા, અલ્પાબેન દવે, અસ્મિતાબેન દેલવાડિયા, મિતલબેન લાઠીયા, કંકુબેન ઉધરેજા, વર્ષાબેન રાણપરા, આશાબેન ઉપાધ્યાય, શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય કિરણબેન માંકડિયા, તેમજ ડે.કમિશનર આશિષ કુમાર, સી.કે.નંદાણી, એ.આર.સિંહ, મ્યુનિસિપલ સેક્રેટરી ડાઙ્ખ.હરીશ રૃપારેલીઆ, વિજીલન્સ સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, સીટી એન્જીનીયર દોઢિયા, કોટક, ગોસ્વામી, અઢીયા, ગોહેલ, અલ્પનાબેન મિત્રા, આરોગ્ય અધિકારી ડો.વાકાણી, ડો.વાંઝા, ડો.રાઠોડ, આસી.કમિશનર હર્ષદ પટેલ, કગથરા, ધડુક, વાસંતીબેન પ્રજાપતિ, પાર્કસ એન્ડ ગાર્ડન ડાયરેકટર ચૌહાણ, પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર, ડાયરેકટર આઈ.ટી. ગોહેલ, ડે. સેક્રેટરી હરેશ લખતરીયા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, વલ્લભ જીંજાળા, ચીફ ફાયર ઓફિસર ખેર, પી.એ. ટુ કમિશનર એન.કે. રામાનુજ, પી.એ. ટુ ચેરમેન એચ.જી. મોલીયા, આસી.મેનેજર અમિત ચોલેરા, કાથરોટીયા, પ્રોજેકટ ઓફિસર કાશ્મીરાબેન વાઢેર, તેમજ પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો તેમજ જુદા જુદા વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ આર. પીપળીયાના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર અમીત ચોલેરા તથા સાંસ્કૃતિક વિકાસ વિભાગની ટીમે જહેમત ઉઠાવેલ.

(3:13 pm IST)