Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ગોંડલના પાટીદડ અને ગોમટા ગામે જૂગારના દરોડાઃ ૧૩ પતાપ્રેમી પકડાયા

જુના પીપળીયા ગામે જૂગાર રમતા ૭ શખ્‍સોને આટકોટ પોલીસે ઝડપી લીધા હતા

રાજકોટ તા. ૧૩ :.. ગોંડલના પાટીદડ અને ગોમટા ગામે તાલુકા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૧૩ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા તેમજ આટકોટ પોલીસે જૂના પીપળીયા ગામે જૂગાર રમતા ૭ શખ્‍સોને ઝડપી લીધા હતાં.

ગોંડલના પાટીદડ ગામે જૂના દલીતવાસમાં મનસુખભાઇ દુદાભાઇ મકવાણાના મકાન પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકાના પીએસઆઇ ડી. પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પો. કો. વિરેન્‍દ્રસિંહ સહિતના સ્‍ટાફે રેઇડ કરી જૂગાર રમતા (૧) ભુપત તળશીભાઇ જીંજૂવાડીયાએ ગોંડલ અક્ષરધામ સોસાયટી મુળ પાટીદળ (ર) મનીષ જેઠાભાઇ મકવાણા રહે. પાટીદડ (૩) કાર્તીક નંદાભાઇ કંટેસરીયા રહે. પાટીદડ (૪) વ્રજલાલ ઉર્ફે દિનેશ આનંદભાઇ મકવાણા રહે. પાટીદડ તથા (પ) મનસુખ દુદાભાઇ મકવાણા રે. પાટીદડને રોકડા રૂા. ૧૮,પ૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

તાલુકા પોલીસે જૂગારનો બીજો દરોડો અતુલ બાબુભાઇ પાનેસરા રહે. ગોમટા વાળાની ગોમટાથી નવાગામ તરફ કોઠાધાર તરીકે ઓળખાતા વિસ્‍તારમાં આવેલ વાડીએ પાડી જૂગાર રમતા (૧) અતુલ બાબુભાઇ પાનસેરા ઉ.પ૯ (ર) જીતુ વિઠલભાઇ ધોણીયા (૩) રમેશ ગાંડુભાઇ માંકડીયા (૪) હીતેષ જયસુખભાઇ કાલરીયા, (પ) હીતેષ જયસુખભાઇ કાલરીયા, (૬) અનિલ રતીલાલભાઇ ભાણવડીયા (૭) રમણીક બાબુભાઇ જીવાણી, (૮) નીતિન હરજીભાઇ હદવાણી,  રહે. તમામ ગોમટા દાના રમેશ ચનાભાઇ બાંભણીયા રે. ચોરડીને રોકડા રૂા. ર૦,૧પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

તેમજ આટકોટના જુના પીપળીયા ગામની ઉગમણી સીમ, ભીખાભાઇ ખીમાભાઇ વાસાણીની વાડીએ આવેલ ખુલ્લા ઢાળીયામાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ કે. પી. મેતાના માર્ગદર્શન હેઠળ હેડ કો. નિલેશભાઇ ચાવડા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જૂગાર રમતા (૧) ભીખા ખીમાભાઇ વાસાણી (ર) ભુપેન્‍દ્ર ઉર્ફે ઘુઘાભાઇ વિનુભાઇ ગીડા (૩) જગુ મનુભાઇ ગીડા, (૪) સંજયભાઇ ડુંગરભાઇ કાનાણી, (પ) શિવરાજ નનકુભાઇ ડેરૈયા  રહે. પાંચેય જુના પીપળીયા ગામ તા. જસદણ (૬) રવજી મંગાભાઇ સોલંકી રહે. સાણથલી તા. જસદણ  અને (૭) કનુ દેવકુભાઇ હુદડ રહે. નોંધણવદર તા. બાબરાને રોકડા રૂા. ૧૭,ર૭૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:53 pm IST)