Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પેડક રોડ ગાંધી સ્‍મૃતિમાં જૂગાર રમતાં પાંચ પકડાયાઃ ૫૨ હજાર રોકડા કબ્‍જે

એલસીબી ઝોન-૧ના પીએસઆઇ કોડીયાતરની ટીમની કાર્યવાહીઃ હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાની બાતમી

રાજકોટ તા. ૧૬: શહેરના સામા કાંઠે પેડક રોડ પર કાર ડેકોરેશનનો સામાન રાખવાની ઓરડીમાં જૂગારધામ ચાલતું હોવાની માહિતી પરથી દરોડો પાડી પાંચ શખ્‍સોને બાવન હજારની રોકડ સાથે પકડી લેવાયા હતાં. દારૂ તથા જુગારની પ્રવળતિ નાબુદ કરવા ઉપરી અધિકારી તરફથી સુચનાઓ મળી હોઇ જે અન્‍વયે એલસીબી ઝોન-૧ ટીમના પીએસઆઇ આર. એચ. કોડીયાતર સહિતના પેટ્રોલીંગમાં હતા ત્‍યારે ટીમના હેડકોન્‍સ.વિજેન્‍દ્રસિંહ ઝાલા તથા કોન્‍સ. જીતુભા ઝાલાની સંયુકત બાતમી આધારે  ગાંધીસ્‍મળતિ સોસાયટી શેરી નં-૧  પેડક રોડ પર ઓરડીમાં દરોડો પાડી પાંચ શખ્‍સને જૂગાર રમતાં પકડી લેવાયા હતાં.

પોલીસે કૌશીક ધનશુખભાઇ પોપટ (રહે.મારૂતીનગર મે.રોડ, પેડક રોડ), સંજય ગોવિંદભાઇ રૈયાણી (રહે. સિધ્‍ધી વિનાયક પાર્ક, કુવાડવા રોડ), પરેશ ચકુભાઇ નાથાણી (રહે. આર્યનગર શેરી નં-૧ પેડક રોડ), પંકજ ગોપાલભાઇ લુણાગરીયા (રહે. રણછોડનગર સોસાયટી શેરી-૧) બહાદુર પ્રભાતભાઇ જળુ (રહે.નવાગામ આણંદપર શક્‍તિ સોસાયટી)ને પકડી રોકડા રૂપીયા પ૨,૩૦૦ તથા ગંજીપાના કબ્‍જે કર્યા છે.

આ કામગીરી પોલીસ સબ ઈન્‍સ. આર.એચ.કોડીયાતર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, રવીરાજભાઇ પટગીર, દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા સહિતની ટીમે કરી હતી. પકડાયેલા તમામ ઇમિટેશનના અને છુટક ધંધાર્થી છે.

(11:47 am IST)