Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કિસાનપરામાં ફલેટમાં દરોડોઃ ધવલ અને કરીના દારૂની મહેફીલ માણતા પકડાયા

ડો. હોમી દસ્‍તુર માર્ગ પરથી બિરેન વાળા અને લક્ષ્મીનગર નાલા પાસેથી વિક્ષીત જીતીયાને પોલીસે નશો કરેલી હાલતમાં પકડયાઃ વિક્ષીતની કાર પણ કબ્‍જે

રાજકોટ તા. ૧૬: કિસાનપરામાં એક એપાર્ટમેન્‍ટના ફલેટમાં રહેતી અને બ્‍યુટી પાર્લરનું કામ કરતી યુવતિ જંગલેશ્વરના એક શખ્‍સ સાથે ફલેટમાં દારૂની મહેફીલ માંડીને બેઠી હોઇ પોલીસ કન્‍ટ્રોલ રૂમની માહિતીને આધારે એ-ડિવીઝન પોલીસે બંનેને પકડી લીધા હતાં. ડો. હોમી દસ્‍તુર માર્ગ પર દારૂ પી બકવાસ કરતાં સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્રના શખ્‍સને અને લક્ષ્મીનગર નાલા પાસે દારૂ પી કાર હંકારી નીકળેલા શખ્‍સને પણ ડીસીબી અને એ-ડિવીઝન પોલીસે પકડયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ એ-ડિવીઝન પોલીસની ટીમ રવિવારે નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કન્‍ટ્રોલ રૂમ તરફથી માહિતી મળતાં સ્‍ટાફ કિસાનપરા શેરી નં. ૧માં આવેલા શ્રીમદ્દ પેલેસ એપાર્ટમેન્‍ટના ગ્રાઉન્‍ડ ફલોરમાં આવેલા ફલેટમાં પહોંચી હતી. તપાસ કરતાં ફલેટમાં રહેતી યુવતિ તથા એક યુવાન નશો કરેલા મળ્‍યા હતાં. પુછતાછમાં યુવતિએ પોતાનું નામ કરીના રાજુભાઇ રાય (ઉ.વ.૩૫) તથા યુવાને પોતાનું નામ ધવલ દિનેશભાઇ ટાંક (ઉ.૩૬-રહે. જંગલેશ્વર-૬, મદીના ચોક, અમીનભાઇ સમાના મકાનમાં ભાડેથી) જણાવ્‍યું હતું.  બંને દારૂ પીધેલા હોઇ ગુનો નોંધી ધરપકડની તજવીજ કરાઇ હતી.

યુવતિ બ્‍યુટી પાર્લરનું કામ કરે છે, જ્‍યારે તેની સાથે પકડાયેલો ધવલ છુટક ડ્રાઇવીંગ કરે છે. પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમા, કોન્‍સ. જયરાજસિંહ કોટીલા સહિતે આ કામગીરી કરી હતી.

 અન્‍ય કાર્યવાહીમાં ડીસીબીના હેડકોન્‍સ. હરદેવસિંહ રાઠોડ, અશોકભાઇ કલાલ, કોન્‍સ. નિતેશભાઇ બારૈયા સહિતની ટીમે રવિવારે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ડો. હોમી દસ્‍તુર માર્ગ પર આરાધના ટી સ્‍ટોલ નજીક ફોર્ચ્‍યુનર કાર પાસે એક શખ્‍સ બકવાસ કરતો, લથડીયા ખાતો મળી આવતાં તેને અટકાયતમાં લઇ તપાસ કરતાં નશો કરેલી હાલતમાં હોઇ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પુછતાછમાં તેણે પોતાનું નામ બિરેન બીસુભાઇ વાળા (ઉ.૩૩-ધંધો વેપાર, રહે. સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર-૧, હરિઓમ પેલેસ) જણાવ્‍યું હતુ઼.

આ ઉપરાંત એ-ડિવીઝનના કોન્‍સ. વજુભાઇ ડાભી, હોમાર્ગ સાહિલ બોરીચા, પીએસઆઇ જે. ડી. વસાવાની રાહબરીમાં પેટ્રોલીગમાં હતાં ત્‍યારે લક્ષ્મીનગર નાળા પાસે જીજે૦૧કેએ-૫૩૭૦ નંબરની સાન્‍ટ્રો કાર શંકાસ્‍પદ રીતે નીકળતાં અટકાવી ચાલકને તપાસતાં તે નશો કરેલો હોઇ કાર્યવાહી કરી હતી. આ શખ્‍સે પોતાનું નામ વિક્ષીત નવનીતભાઇ જીતીયા (ઉ.૨૬-રહે. વિરાણી હાઇસ્‍કૂલ પાછળ સર્વોદય સોસાયટી-૬) જણાવ્‍યું હતું. એમવીએક્‍ટ હેઠળ કાર પણ કબ્‍જે કરવામાં આવી હતી.

(11:41 am IST)