Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો આજે જન્‍મદિવસઃ બેવડી શુભેચ્‍છાઓનો ધોધ

ટુંકા ગાળામાં જ રાજકોટ પોલીસનું મોરલ ઉંચુ લાવવામાં સફળતા મેળવીઃ પ્રજાલક્ષી કામગીરીમાં પણ અગ્રેસર : ગુજરાતભરમાંથી અતિ વિશીષ્‍ટ ૨૫ વર્ષની યશસ્‍વી ફરજ બદલ રાષ્‍ટ્રપતિ ચંદ્રક મેળવી ગુજરાતને ગોૈરવ અપાવ્‍યું

રાજકોટ તા.૧૬: શહેરના પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવનો આજે જન્‍મદિવસ છે. ગુજરાતભરમાંથી અતિ વિશિષ્ટ ૨૫ વર્ષની યશસ્‍વી ફરજ બદલ રાષ્‍ટ્રપતિ ચંદ્રક મેળવી ગુજરાતને ગૌરવ અપાવનાર રાજકોટના પોલીસ કમિશનરશ્રીને પોલીસ અધિકારીઓ અને રાજકોટ સહિત રાજ્‍યભરના શુભેચ્‍છકો બેવડી  શુભકામના પૂર્વ સંધ્‍યાથી જ રૂબરૂ અને ટેલિફોન (૯૯૭૮૪ ૦૬૦૬૧)મારફત આપી રહ્યા છે.
શ્રી રાજુ ભાર્ગવ ૧૯૯૫ બેચના  એડીશનલ ડીજીપી લેવલના અધિકારી છે અને મુળ રાજસ્‍થાનના વતની છે. તેઓ ખુબ તેજસ્‍વી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે અજમેર ખાતે વિશેષ અભ્‍યાસ પુરો કર્યા બાદ આઇપીએસ કેડરમાં તેમને ગુજરાતને ફાળવાયા હતાં. પ્રથમ પ્રોબેશનર તરીકે ધોળકામાં મુકવામાં આવ્‍યા હતાં. તેમની કામગીરી પ્રારંભથી જ જોતા રાજ્‍ય સરકાર અને હાલના સુરત પોલિસ કમિશનર અજય કુમાર તોમર રેન્‍જ વડા હતા ત્‍યારે તેઓ દ્વારા મહેસાણા માટે માંગણી થઇ હતી. વિધાન સભા ચુંટણી સમયે કુનેહથી કામગીરી કરી હતી. આ દરમિયાન કાયદો વ્‍યવસ્‍થા ખોરવાય તેવા પ્રયત્‍નોને તેઓ દ્વારા નિષ્‍ફળ બનાવવામાં આવ્‍યા હતાં.
સાબર કાંઠા એસપી તરીકે પણ ઝળકી ઊઠયા હતા.  કેન્‍દ્ર સુધી તેમની કાબેલિયતની વાત પોહચતા તેમને સેન્‍ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં નક્‍સલવાદી એરિયામાં ફરજ સોંપવાની વાત આવતાં  આ આઇપીએસ દ્વારા સહર્ષ સ્‍વીકાર થયો હતો અને બે ત્રણ ઓપરેશન ખુબ કુશળતાથી પાર પાડયા હતાં. જે અતિ વિશિષ્ટ સેવા બદલ ખાસ રાષ્‍ટ્રપતિ ચંદ્રક માટે નિમિત્ત બન્‍યાનું જણાય છે.
ગુજરાતમાં પરત ફર્યા બાદ શિસ્‍તના અને સ્‍વચ્‍છતાના આગ્રહી અધિકારીને અર્ધ લશ્‍કરી દળ એવા આર્મ યુનિટનો હવાલો આપ્‍યા બાદ સૌરાષ્‍ટ્રના મુખ્‍ય મથક રાજકોટમાં પોલીસની છબી ખુબ ખરડાતા આ હાલતમાં સુધારો કરવા આઇપીએસ કોર ગ્રુપની સલાહ મુજબ તેમને રાજકોટ પોલિસ કમિશનર તરીકે ખાસ નિમણુંક આપવામાં આવી છે.
 શ્રી રાજુ ભાર્ગવએ રાજકોટમાં ચાર્જ સંભાળ્‍યાના ખુબ જ ટુંકા ગાળામાં જ તેમણે રાજકોટ પોલીસનું મોરલ ઉંચુ લાવવામાં અને પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તેવી કાર્યપ્રણાલી તેમણે અપનાવી છે.

 

(3:20 pm IST)