Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

નવરંગ નેચર કલબ દ્વારા

રવિથી ગુરૂ પાંચ શહેરોમાં કેસર કલમી આંબાના રોપા રૂા. ૧૦૦માં રાહતદરે વિતરણ

રાજકોટઃ નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા કેસર કલમી આંબા (૧૦૦ રૂ)ના રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. (૧) જામ-કંડોરણાઃ સરકારી દવાખાના પાસે, પોલીસ સ્‍ટેશનની સામે તા.૨૧(રવિવાર) સમયઃ સવારે ૯થી (૨) રાજકોટઃ ૧૫૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગનો ખૂણો, રાજકોટ તા.૨૧/૦૮/૦૨૦૨૨ (દર રવિવાર) સમયઃ સવારે ૮થી (૩) વીરનગરઃ સહકારી દૂધ મંડળી પાસે, વીરનગર, તાઃ જસદણ તા.૨૨ (સોમવાર) સમયઃ સવારે ૯થી (૪) ખજૂરડાઃ બસ સ્‍ટેશન પાસે, ખજૂરડા (તા. જામ કંડોરણા) તા.૨૩ (મંગળવાર) સમયઃ સવારે ૯થી (૫) ખરેડીઃ બસ સ્‍ટેશન પાસે, ખરેડી, તા-કાલાવડ તા.૨૫ (ગુરૂવાર) સમયઃ સવારે ૯.૩૦થી
કલમી ફળાઉ રોપા વધુમાં વધુ વવાતા થાય તેવા હેતુથી સૌરાષ્‍ટ્રમાં નવરંગ નેચર કલબની ખૂબ જ મોટી જુંબેશ ચાલી રહેલ હોય જેમાં જોડાવવા વિનંતી કરાઇ છે.
કેસર કલમી આંબાનું રાહતદરે વિતરણ કોઇ પણ ગામ/ શહેરમાં કરવા માંગતા હોય તો ખાસ વી.ડી.બાલા, પ્રમુખ, નવરંગ નેચર કલબ રાજકોટ મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

(11:20 am IST)