Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ગંજીવાડા પાસે નિત્યાનંદ કૌરને છરી બતાવી ૬ હજાર લૂંટી લેનારા બે શખ્સો પકડાયા

ઓરિસ્સાનો યુવાન બાઇક પર જતો'તો ને બે શખ્સો એકટીવા આડુ નાખી ડખ્ખો કરી લૂંટ ચલાવી

રાજકોટ, તા. ૧૬ : ભાવનગર રોડ પર ગંજીવાડા પાસે બાઇક સ્વાર પરપ્રાંતિય યુવાનને રોકી ડખ્ખો કરી છરી બતાવી છ હજારની લુંટ ચલાવનારા બે શખ્સોને થોરાળા પોલીસે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ઓરિસ્સાના મહાદીયા ગામના વતની હાલમાં રાજકોટ અનમોલ પાર્ક શેરી નં. રમાં રહેતો અને કારખાનામાં મજૂરીકામ કરતો નિત્યાનંદ અધિરકુમાર કૌર (ઉ.વ.૩૦) ગઇકાલે રાત્રે પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે ભાવનગર રોડ ગંજીવાડાના નાકા પાસે પહોંચતા એક નં.જીજે-૩-એલ-૩પ૧૪ નંબરના એકટીવા પર આવેલા બે શખ્સોએ આવી બાઇક આડે એકટીવા નાખી નિત્યાનંદ કૌર સાથે ઝઘડો કરી તેના શર્ટના ખીસ્સામાંથી રૂ. ૬૦૦૦ કાઢી લઇ નાસી ગયા હતા. આ બનાવ અંગે પરપ્રાંતિય યુવાન નિત્યાનંદ કૌરએ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ બી.ટી. વાઢીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એમ. કોટવાલ તથા એએસઆઇ બી.જે. જાડેજા, હેડ કોન્સ. ભુપતભાઇ, નરસંગભાઇ,આનંદભાઇ પરમાર, દિપકભાઇ ડાંગર, વિજયભાઇ મેતા, રોહીતભાઇ કછોટ, આશિષભાઇ દવે તથા સહદેવસિંહ જાડેજા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે બે શખ્સોને પકડી લઇ પૂછપરછ હાથ ધરી છે.

(3:34 pm IST)