Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

એસીપી ક્રાઇમ ટીમે વાહનચોરીનો ભેદ ઉકેલ્યોઃ રવિ અને પ્રજ્ઞેશ પકડાયા

દારૂની ૭ બોટલો સાથે કોન્સ. વિજુભા ઝાલાએ જંકશનના સુરેશ ભંભાણીને પકડ્યો

રાજકોટ તા. ૧૬: એસીપી ક્રાઇમની ટીમના પીએસઆઇ એમ.એસ. અંસારીની બાતમી પરથી રૂખડીયાપરા સ્મશાન પાછળ રહેતાં રવિ વિનોદભાઇ કબીરા (ઉ.૨૦) તથા પરસાણાનગર-૭ના પ્રજ્ઞેશ અનિલભાઇ જેઠવા (ઉ.૨૨)ને ચોરાઉ વાહન સાથે ઝડપી લેવાયા હતાં.

આ બંને શખ્સ નંબર વગરના બાઇક પર ફરતા હોઇ તે ચોરાઉ હોવાની બાતમી પીએસઆઇ અંસારીને મળતાં તેના આધારે બંનેને જી. ટી. શેઠ હોસ્પિટલ પાસેથી સકંજામં લઇ પુછતાછ કરતાં વાહન ચોરાઉ હોવાનું કબુલતાં ધરપકડ કરવામાં આવી હતી. આ વાહન પરસાણાનગર-૬માં રહેતાં વિશાલ બટુકભાઇ ઘાવરીનું હતું અને ૧૩/૮ના બપોરથી બીજા દિવસની સવાર સુધીમાં ઘર પાસેથી ચોરાઇ ગયું હતું. જેના નં. જીજે૩કેએસ-૨૯૯૨ હોવાનું ખુલ્યું છે. એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં આ કામગીરીમાં સાથે જગદીશભાઇ કિહોર, ચંદ્રસિંહ જાડેજા, ભુપતભાઇ રબારી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, પ્રતાપસિંહ મોયા, સુધીરસિંહ જાડેજા સહિતના પણ જોડાયા હતાં.

જ્યારે આ ટીમના જ કોન્સ. વિજેન્દ્રસિંહ એ. ઝાલાએ મળેલી બાતમી પરથી હંસરાજનગર-૫ જંકશન પ્લોટમાં રહેતાં સુરેશ કિશનચંદ ભંભાણી (ઉ.૪૬)ને યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમાંથી એકટીવા જીજે૩એચડી-૩૯૮૦માં દારૂની ૭ બોટલો સાથે પકડી લેવાયો હતો. ૯૯૦૦નો દારૂ અને ૨૫ હજારનું વાહન કબ્જે કરાયું હતું. પીએસઆઇ અંસારી વધુ તપાસ ચલાવે છે.

(1:18 pm IST)