Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૧૫માં નાણાપંચ સમક્ષ સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે મુકેલી યોજનાઓ ગ્રાહ્યઃ સરકારનો પત્ર

રાજકોટની મુલાકાતે આવેલ નાણાપંચ સમક્ષ ૨૯૦૦ કરોડની યોજનાઓ રજૂ કરેલ

રાજકોટ, તા. ૧૬ :. થોડા દિવસ અગાઉ રાજકોટની મુલાકાતે આવેલ દેશના ૧૫માં નાણાપંચ સમક્ષ રાજકોટ માટે વિવિધ ૨૯૦૦ કરોડની યોજનાઓ રજૂ કરી હતી. જેમાથી મોટા ભાગની યોજના ગ્રાહ્ય રાખી શકાય તેમ હોવાનું નાણાપંચના હોદેદાર શ્રી ભારતભૂષણ ગર્ગે સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડને પત્ર પાઠવીને જાહેર કર્યુ છે.

આ અંગે શ્રી ગર્ગે ઉદયભાઈ કાનગડને પાઠવેલ પત્રમાં જણાવ્‍યુ છે કે, ૧૫મા નાણાપંચ સમક્ષ રજૂ થયેલ રાજકોટ કોર્પોરેશનની ૨૯૦૦ કરોડની યોજનાઓ પૈકી કેટલીક યોજનાઓ ખરેખર મૂર્તિમંત થવી જોઈએ અને આવી યોજનાઓને નાણાપંચ મંજુરી આપી શકે છે.

આમ સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે નાણાપંચ સમક્ષ મુકેલ ૨૯૦૦ કરોડની પાણી, રસ્‍તા, નવા બગીચાઓ સહિતની સુવિધાઓ માટેની યોજનાઓનો કેન્‍દ્રીય નાણાપંચ સમક્ષ પડઘો પડયો છે.

 

(5:21 pm IST)