Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પેન્‍શનરોને હજી સુધી મોંઘવારી ભથ્‍થુ નથી મળ્‍યુ

અધ્‍ધરતાલ પ્રશ્‍નો ઉકેલવા સરકારને ઢંઢોળવા પેન્‍શનર સમાજની કારોબારી બેઠકમાં નિર્ણય

રાજકોટ તા.૧૬ : પેન્‍શનરોને ડયુ થયેલ ર% મોંઘવારી ભથ્‍થુ હજુ સુધી મળ્‍યુ ન હોય તાત્‍કાલીક હુકમ કરવા રાજકોટ જિલ્લા પેન્‍શનર અને સિનીયર સીટીઝન સમાજની મળેલ કારોબારી બેઠકમાં માંગ ઉઠાવવામાં આવી હતી.

મહત્‍વના આઠ જેટલા મુદ્દે સરકારને ઢંઢોળવા નિર્ણય લેવાયો હતો. પેન્‍શનરોના અધ્‍ધરતાલ પ્રશ્‍નો વર્ણવતા પેન્‍શનર સમાજના આગેવાનોએ જણાવેલ કે છઠ્ઠા પગાર પંચ મુજબ પેન્‍શન મેળવતા પેશ્‍નરોના તા. ૧-૭-૨૦૧૭ અને તા. ૧-૧-૨૦૧૮ ની મોંઘવારી ભથ્‍થાની જાહેરાત કરવા અપીલ કરાઇ છે.

મેડીકલ ભથ્‍થુ જે ૩૦૦ આપેલ છે તે કેન્‍દ્રના ધોરણે ૫૦૦ અને ૧૦૦૦ કરવા અગાઉની રજુઆતો ધ્‍યાને લઇ તાકીદના ધોરણે યોગ્‍ય કરવા મુખ્‍ય માંગણી છે.

અપરીણીત પુત્રી/વિધવા, ત્‍યકતાને ફેમીલી પેશ્‍નર કેન્‍દ્રના ધોરણે આપવા હુકમ બહાર પાડવા તેમજ વરીષ્‍ઠ નાગરીકોને એસ.ટી. બસ ભાડામાં જે રીતે અન્‍ય રાજયો અને રાજયની સીટી બસમાં ભાડામાં રાહત આપેલ છે તે રીતે બજેટને ધ્‍યાને રાખી માંગણી સંતોષવા મુદ્દે પણ ધ્‍યાન દોરવામાં આવ્‍યુ છે. જે રીતે શ્રવણ યાત્રા, લગ્ન માટે બસ રાહત ભાવે અપાય છે તે રીતે વરીષ્‍ઠ નાગરીકોને બસ ભાડામાં રાહત આપવા પણ વિચારવુ જોઇએ તેવુ સુચન પેન્‍નર સમાજનું છે.

રાજયના સ્‍થાનિક સ્‍વરાજય સંસ્‍થા જેમ કે રાજકોટ મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીને ૭ માં પગારપંચનો ૯ માસના તફાવતની રકમ હજુ સુધી ચુકવાયેલ નથી. તે તાત્‍કાલીક ચુકવાય તેવી સુચના સ્‍થાનિક સ્‍વરાજ સંસ્‍થાને આપવા તેમજ ૭ માં પગાર પંચનો સંસ્‍થાએ અમલ કરેલ હોય તેવા માટે ફંડોનો પ્રશ્‍ન હોય તો સરકારે તેની વ્‍યવસ્‍થા કરવા વિનંતી કરાઇ છે.

કેન્‍દ્રના ધોરણે ૭ માં પગારપંચની પે-મેટ્રીક મુજબ પેન્‍શન સુધારણાના હુકમ કરવા જણાવાયુ છે. સામે રાજય સરકારે તા. ૧૯-૯-૨૦૧૮ ના પેન્‍શનર અદાલત મીટીંગ બોલાવવા જે નિર્ણય લીધો તેને પેન્‍શનર સમાજે આવકારદાયી પણ ગણાવ્‍યો છે.

ત્‍યારે આ તમામ અણઉકેલ પ્રશ્‍નો સંદર્ભે સરકાર ત્‍વરીત ધ્‍યાન આપે તેવી રાજકોટ જિલ્લા પેન્‍શનર સમાજની માંગણી છે.

અકિલા' ખાતે પેન્‍શનરોના પ્રશ્‍નો વર્ણવતા રાજકોટ જિલ્લા પેન્‍શનર સમાજના પ્રમુખ એમ. એ. પંજા, રાજકોટ (મો.૮૪૦૧૯ ૩૦૫૧૪), ઉપપ્રમુખ એન. એચ. ધકાણ, રાજકોટ (મો૮૮૬૬૬ ૪૧૮૮૯), મહામંત્રી વી. ડી. સોનીગ્રા જામકંડોરણા (મો.૯૯૭૮૭ ૬૧૨૩૦), ખજાનચી અને સહમંત્રી એમ.પી. મહેતા, રાજકોટ (મો.૯૯૦૪૨ ૫૩૯૧૧), સંગઠનમંત્રી સી. એમ. ઠાકર, રાજકોટ (મો.૯૮૨૫૩ ૬૬૭૪૩), અન્‍વેષક કે. ડી. ઠાકર, રાજકોટ (મો.૯૭રપ૦ ૫૫૮૮૫), કાર્યાલય મંત્રી એચ. એમ. ત્રિવેદી, રાજકોટ (મો.૯૭૧૨૭ ૨૯૨૨૦) તેમજ કારોબારી સભ્‍યો પી. એ. સોમૈયા રાજકોટ, ડી. આર. રાઠોડ રાજકોટ, કે. આર. જીતીયા રાજકોટ, એન. સી. મકવાણા જસદણ, એલ. પી. પટોળીયા પડધરી, એમ. પી. સોલંકી લોધીકા, રમાકાન્‍ત એ. નિમાવત કોટડાસાંગાણી, વી. બી. સેલારકા ઉપલેટા, એચ. આર વેકરીયા જેતપુર, કે. ડી. માવાણી ધોરાજી, હારીતસિંહ જી. જાડેજા ગોંડલ, નટવરસિંહ જે. પરમાર ચોટીલા વગેરે નજરે પડે છે.

(5:12 pm IST)