Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ખાટરિયા વખતની કારોબારીનો મામલો ફરી હાઇકોર્ટમાં

તે વખતની કારોબારીની કામગીરી રદ કરવા ભાજપના સભ્‍યની ડબલ બેંચમાં રજુઆતઃ બપોર પછી સુનાવણી

રાજકોટ તા.૧૬: જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી અધ્‍યક્ષ અર્જુન ખાટરિયાના કાર્યકાળની છેલ્લી કારોબારીનો વિવાદ આગળ વધ્‍યો છે. હાઇકોર્ટ કારોબારી બેઠકના નિર્ણયનો અમલ કરવાની છુટ આપતા તેની સામે ભાજપના સભ્‍ય ધ્રુપદબા જાડેજાએ હાઇકોર્ટની ડબલ બેંચમાં અપીલ કરી કારોબારીના નિર્ણયનો અમલ અટકાવવા માંગણી કર્યાંનું જાણવા મળે છે. હાઇકોર્ટમાં આ મામલે બપોર પછી બોર્ડ પર આવે તેવી શકયતા છે.

અર્જુન ખાટરિયાએ આ અપીલ પુર્વે કેવીયેટ દાખલ કરી છે.

(5:11 pm IST)