Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રેલ્વે કર્મચારી યુનિયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પઃ ડીઆરએમ નિનાવેએ કર્યુ રકતદાન

રાજકોટઃ આજે રેલ્વે હોસ્પીટલ ખાતે વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન-રાજકોટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીઆરએમ પી.બી.નિનાવેએ આ કેમ્પનું ઉદઘાટન કર્યુ હતું. એડીઆરએમ એસ.એસ.યાદવ, સીએમએસ શ્રી રાવત, આર.જી.વડાલીયા, ડીપીઓ ઉપાધ્યાય, સીનીયર ડીવીઝનલ એન્જીનીયર ધીરજકુમાર, સીનીયર ડીવીઝનલ ઇલેકટ્રીક એન્જીનીયર ચૌહાણ, સીનીયર ડીએસસી સોની, એમ્પ્લોઇઝ યુનિયનના વાઇસ પ્રેસીડેન્ટ અને ડીવીઝનલ ચેરમેન મહેશ છાયા, ડીવીઝનલ સેક્રેટરી નિખીલ જોષી, રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્કના ડોકટર એમ.ડી.ઇન્દ્રોડીયા સહિતના અધિકારીઓ અને કર્મચારી અગ્રણીઓ આ કેમ્પમાં ઉપસ્થિત રહયા હતા અને પોતાનું સામાજીક યોગદાન આપ્યું હતું. આ કેમ્પમાં સીનીયર સેકસન એન્જીનીયર આર.વી.મહેતાએ ૬ર મી વખત રકતદાન કર્યુ હતું. રાજકોટ, વાંકાનેર, મોરબી, સુરેન્દ્રનગર, હાપા, જામનગર, ખંભાળીયા, દ્વારકા સહીતના સ્ટેશનોના કર્મચારીઓએ ઉપસ્થિત રહી રકતદાન કર્યુ હતું.

(5:04 pm IST)