Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા ધો.૧૦-૧૨ના છાત્રોનું સન્માન

રાજકોટઃ સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ- રાજકોટ દ્વારા ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં ડી.આર.એમ. શ્રી પી.બી.નિનાવાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ હિરેનભાઈ મહેતાને અભિનંદન પાઠવી રેલ્વે મઝદૂર સંઘના કાર્યોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે શ્રી એસ.એસ.યાદવ, તેમજ સરગમ કલબના પ્રમુખ શ્રી ગુણુભાઈ ડેલાવાળા, સિનિ.ડીસીએમ શ્રીવાસ્તવ, સિનિ.ડીઈઈ શ્રીચૌહાણ, સિનિ.ડીએમઈ શ્રીઅંશુમાલી, ડીપીઓ, શ્રી ઉપાધ્યાય, ડીએસસી શ્રીસોની, એસીએમ શ્રી પુરોહીત, ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ મહેતા વિ.ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ અને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવેલ. તેમ શ્રી હિરેનભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે

(5:03 pm IST)