Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જીવદયા કાર્ય દ્વારા જન્મદિનની ઉજવણી

 યુવા ઉદ્યોગપતિ અને જૈન સમાજના શેઠ ઉપાશ્રય, રોયલ પાર્ક ઉપાશ્રય, જૈન પ્રોગેસીવ જૈન વિઝન સહિતની પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલા હેમલભાઇ મહેતાના સુપુત્ર ચિ. મિતના જન્મદિવસની જીવદયા કાર્ય થકી પ્રેરણારૂપ ઉજવણી કરાઇ હતી. પૂ. નમ્રમુની મહારાજની પ્રેરણાથી મહેતા પરિવારે સેંકડો બરકાઓને જીવનદાન અર્પવા રૂ.૫૧,૦૦૦ નું અનુદાન અર્હમ યુવા ગ્રુપ મારફત અર્પણ કર્યુ હતુ. આ તકે મિત મહેતાની બહેન યશ્વી પણ સાથે રહી હતી. સાથો સાથ રાજકોટની જીવદયા સંસ્થા એનીમલ હેલ્પલાઇનને પણ રૂ.૨૧૦૦૦ નું માતબર અનુદાન હેમલ મહેતા (મો.૯૯૯૮૭ ૧૫૩૫૩) પરિવાર દ્વારા કરાયુ હતુ.

(5:02 pm IST)