Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

'નાચ મારી સાથે' રીયાલીટી શો માં રાજકોટના કેયુર અને ચિરાગનું પરફોર્મન્સ

રાજકોટ : કલર્સ ગુજરાતી ટીવી ચેનલ પર ખુબ લોકપ્રિય બની ચુકેલ રીયાલીટી શો 'નાચ મારી સાથે' માં રાજકોટના કેયુર અને ચિરાગ વાલા પરફોર્મન્સ આપવા પસંદગી પામતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. દર સોમવારે અને મંગળવારે રાત્રે ૯.૩૦ વાગ્યે રજુ થતા આ શો માં ભાગ લેવાનું કેયુર અને ચિરાગનું સ્વપ્ન સાકાર થયુ છે. ડાન્સ ક્ષેત્રે છેલ્લા ૮ વર્ષની મહેનત કરી રહેલ બન્ને યુવાનો અભ્યાસમાં પણ અવ્વલ રહે છે. એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી છે. પરંતુ શોખ માટે કારકીર્દીને ડાન્સની દુનિયામાં ડાયવર્ટ કરી છે. રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ રોડ પાસે, યોગી નિકેતન-૩ ખાતે 'હોપ ધ ડાન્સ' ના માધ્યમથી ડાન્સ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છુકોએ તેઓ તાલીમ અને માર્ગદર્શન આપી રહ્યા છે.

(5:02 pm IST)