Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કોર્પોરેશનના સુરક્ષા વિભાગ દ્વારા સ્વાતિ પાણીના ટાંકાના સ્થળે ઓચિંતુ ચેકીંગઃ સિકયુરીટી ગાર્ડ ગેરહાજરઃ એજન્સીને દંડની નોટીસ

રાજકોટ, તા. ૧૬ :. મ્યુનિ. કોર્પોરેશનના સુરક્ષા વિભાગ દ્વારા સ્વાતી સોસાયટીમાં આવેલ પાણીના ટાંકા વિસ્તારમાં ઓચિંતુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન સિકયોરીટી ગાર્ડ ગેરહાજર હોય તો સિકયુરીટી એજન્સીને રૂ. ૫ હજારનો દંડ નોટીસ ફટકારવા મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ સૂચના આપી છે. આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીની સૂચના અનુસાર સુરક્ષા વિભાગ દ્વારા તા. ૧૦ ઓગષ્ટ ના દિવસ-નાઈટ સિકયુરીટી પોઈન્ટનું ચેકીંગ કરવામાં આવેલ હતું. સિકયુરીટી ગાર્ડની ગેરહાજર બેદરકારી બદલ સબંધકર્તા સિકયુરીટી એજન્સી સામે કડક પગલા લેવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વાતિ સોસાયટી વિસ્તારમાં આવેલ પાણીના ટાંકાના સરપ્રાઈઝ ચેકીંગ કરતા બેદરકાર સિકયુરીટી એજન્સીના સિકયુરીટી ગાર્ડ ફરજ પર ગેરહાજર મળી આવેલ. જેના માટે આર.કે. એજન્સીને ૫ હજારનો દંડ કેમ ન કરવો  તે અંગે દિવસ ૩ માં ખુલાસો કરવા જણાવેલ છે. જો મુદત વિત્યેની કોઈ જવાબ ન થાય તો આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ નાયબ પોલીસ અધિક્ષક આર.બી. ઝાલાએ તાકીદ કરેલ છે તેમ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.

(4:57 pm IST)