Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મકાન માલીકની મંજુરી વગર ભાડાની જગ્યામાં બાંધકામ કરતા મકાન ખાલી કરવા ભાડુતને કોર્ટનો હૂકમ

રાજકોટ તા.૧૬: ૭૦ વર્ષ જુના ભાડુઆતને મકાન ખાલી કરવા કોર્ટે હુકમ કરીને મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની હકિકત એમ છે કે વાદી શ્રીમતી મુકતાબેન ચાવડાએ દાવો કરેલ હતો કે તેમની માલીકીનું કલ્યાણ કોટેજ નામથી ઓળખાતું મકાન કે જે પ્રહલાદ પ્લોટ શેરી નં.૮/૧૬ ના ખુણે આવેલ છે તે માહે બે રૂમ, રસોડુ અને ઓસરી વાળો એક મોટો બ્લોક વાદીના પિતાશ્રીએ પ્રતિવાદી જયેન્દ્રભાઇ નરોતમદાસ છાટબાર વિગેરેના પિતાશ્રીને માસીક ભાડુ રૂ.૨૫ તેમજ જે પાણી વેરો આવે તેનો ત્રીજો ભાગ અલગથી આપવાની શર્તે તથા જે મહીનાનું ભાડુ ચડી જાય તેના ઉપર દર મહિને ૭૫ પૈસા વ્યાજ આપવાની શર્તે તથા અન્ય શર્તોને આધિન ભાડે આપેલ હતો અને તે અંગે ભાડાચીઠ્ઠીનું લખાણ થયેલ હતુ.

સદરહું ભાડાચીઠ્ઠીની શર્તો વિરૂધ્ધ પ્રતિવાદી જયેન્દ્રભાઇ નરોતમદાસ છાટબાર વિગેરેએ મકાન માલીકની લેખીત મંજુરી વગર ભાડાની જગ્યામાં આવેલ ઓસરીમાં કિચચનું નવું કાયમી  બાંધકામ ઉભુ કરેલ હોય તેમજ ભાડાની જગ્યાની પુર્વ તરફ આવેલ ફળિયુ ભાડે આપેલ ન હોવા છતા ભાડુઆત તેમા પોતાની મોટર સાયકલ તથા ઘરનું વેસ્ટ સામાન રાખતા હોય અને માસીક ભાડુ ચુકવવામાં પણ ખુબજ અનિયમીત હોય જેથી કરીને મકાન માલીકે ભાડુઆતને ભાડાચીઠ્ઠીની શર્તો વિરૂધ્ધ કૃત્ય કરવા બદલ વકીલ મારફત નોટીસ આપી ચડત ભાડુ ચુકવી આપી ભાડાની જગ્યાનો ખાલી કબ્જો સોપી આપવા જાણ કરેલ પરંતુ ભાડુઆતે તેમ ન કરતા મકાન માલીકે તેઓના કુલમુખત્યાર શ્રી કિશોરભાઇ ચાવડા મારફત પ્રતિવાદી જયેન્દ્રભાઇ નરોતમદાસ છાટબાર વિગેરે વિરૂધ્ધ નિયમીત ભાડુ ન ચુકવવા, મકાન માલીકની લેખીત મંજુરી વગર ઓસરીમાં કિચનનું કાયમી બાંધકામ કરવા તેમજ ફળીયામાં મોટર સાયકલ રાખી ન્યુસન્સ કરતા હોવાના કારણસર તથા અન્ય કારણસર ભાડુઆત પાસેથી ભાડીની જગ્યાનો ખાલી કબ્જો મેળવવા કોર્ટમાં દાવો દાખલ કરેલ.

રેકર્ડ પરના પુરાવાઓ તેમજ બન્ને પક્ષકારોના વકીલશ્રીઓની દલીલો ધ્યાને લઇ રાજકોટના સ્મોલ કોઝ જજ (શ્રી એ.જી.શેખ)એ ભાડુઆત જયેન્દ્રભાઇ નરોતમદાસ છાટબાર વિગેરેને મકાનનો કબ્જો ખાલી કરવાનો તેમજ ચડત ભાડાની રકમ ચુકવી ાપવા તથા રોજના રૂ.૧૦૦ નુકસાની રૂપે મકાન માલીકને ચુકવી આપવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં વાદી વતી શ્રી એ.એમ.પરમાર, એડવોકેટ તથા શ્રી બ્રિજેશ પરમાર, એડવોકેટ રોકાયેલા હતા.

(4:52 pm IST)