Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રૂ. બે લાખનો ચેક પાછો ફરતા ફરિયાદ મહિલા આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા. ૧૬: રાજકોટમાં ''ફખરી મંઝીલ'', સોળથંભી શેરી, સૈફી કોલોની પાછળ, બેડીપરા, રાજકોટ મુકામે રહેતા કમરૂદીન જીવનજી ભારમલે જીજ્ઞાશાબેન નરેન્દ્રભાઇ વણપરીયા સામે રાજકોટની કોર્ટમાં ચેર રીટર્ન થયા અંગેની ફરીયાદ કરેલ હોય ફરીયાદ રજીસ્ટરે લઇ આરોપી સામે સમન્સ ઇશ્યુ કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.આ કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ફરીયાદી કારૂદીનભાઇ રાજકોટ મુકામે રહીને વેપાર કરતા હોય અને જીજ્ઞાશાબેન નરેન્દ્રભાઇને પૈસાની જરૂર પડતા ફરીયાદી સાથે મિત્રતાના સબંધ હોવાથી ટુંક સમય માટે રકમની જરૂરીયાત હોવાથી તમો આરોપીએ હાથ ઉછીની રકમની માંગણી કરતા ફરીયાદીએ અમારા કામમાંથી તથા અમારી પાસે રહેલ બચત, મુડીમાંથી વિજય કોમર્શીયલ કો-ઓપ. બેંક લી.ના ચેક રૂ. ૨,૦૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પુરા હાથ ઉછીના વગર વ્યાજે રાજકોટ ખાતે ચેકથી આપેલ.

 સદરહું રકમ તેઓએ માંગી ત્યારે આરોપીએ ફરીયાદીને રોકડા આપવાને બદલે દેના બેંક, જાગનાથ શાખાનો રકમ રૂ. ૨,૦૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પુરાનો એકાઉન્ઠ પેઇનો ચેક આપેલ હતો.

ફરીયાદીએ ચેક તેમની બેંકમાં ખાતામાં રજુ કરતા સદરહું ચેક રીટર્ન ફંડ ઇન્સફીસીયન્ટના શેરા સાથે રીટર્ન થયેલ જેથી ફરીયાદીએ આરોપીને કાયદાની જોગવાઇ મુજબની લીગલ ડીમાન્ડ નોટીસ જીજ્ઞાશાબેન નરેન્દ્રભાઇ વણપરીયાને મોકલાવેલ જે નોટીસ તેમને મળી ગયેલ હોવા છતા તેમને રકમ ચુકવી નહી કે ચુકવવાની દરકાર પણ કરેલ નથી. જેથી તેની સામે રાજકોટની કોર્ટમાં ફરીયાદી કારૂદીન જીવનજી ભારમલે ચેક રીટર્ન અંગેની ફરીયાદ કોર્ટમાં કરેલ છે. અને તે કોર્ટે તહોમતદાર જીજ્ઞાશાબેન નરેન્દ્રભાઇ વણપરીયાની સામે સમન્સ ઇશ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી કામરૂદીન જીવનજી ભારમલ વતી રાજકોટના એડવોકેટ અશોક જે. રામોલીયા, શ્રી રાકેશ ટી. કોઠીયા, તથા નમીતા આર. કોઠીયા રોકાયેલા હતા.

(4:49 pm IST)