Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દેના બેંક ઉપર પ્રતિબંધો દૂર કરો : કર્મચારીઓની માંગણી : ધરણા

રાજકોટ : દેના બેંક ઉપર રીઝર્વ બેંકે મૂકેલા વિવિધ પ્રતિબંધો સામે કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા છે. ગુજરાત સહિત દેશના ગ્રામિણ વિસ્તારનો પ્રાણ ગણાતી આ બેંક ઉપર લોન આપવા સહિતના પ્રતિબંધોથી ગ્રામિણ અર્થતંત્રને માઠી અસર પહોંચી છે. દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાતી ગ્રામિણ અર્થવ્યવસ્થાને ગળે ટુંપો દેવા સામે કર્મચારી આલમમાં રોષ ફેલાયો છે અને આ રોષનો પડઘો પાડવા આજે આ બેંકના કર્મચારીઓએ ધરણા કાર્યક્રમ યોજયો છે તેની તસ્વીર. તસ્વીરમાં આ બેંકના કર્મચારી-ભાઇ-બહેનો ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના નેજા હેઠળ ધરણા પર બેઠા છે તે દેખાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:49 pm IST)