Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

શહેરની બજારોમાં ત્રણ મલ્ટી લેવલ પાર્કિંગ : સર્વે

સર્વેશ્વર ચોક - ત્રિકોણ બાગ સહિતનાં સ્થળોએ ખાનગી કંપની દ્વારા પ્રાથમિક સર્વે : વિગતો જાહેર કરતા બંછાનિધી પાની

રાજકોટ, તા. ૧૬ :  શહેરમાં ટ્રાફિક પાર્કિંગની સમસ્યા ઉકેલવા પોલીસ અને મ્યુ. કોર્પોરેશને સંયુકત ઝુંબેશ શરૂ કરી છે ત્યારે શહેરમાં ત્રણ સ્થળોએ મલ્ટી લેવલ પાર્કિંગ (બહુમાળી પાર્કિંગ) બનાવવા મ્યુ. કોર્પોરેશને ચક્રો ગતિમાન કર્યાનું મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેર કર્યુ છે.

આ અંગે શ્રીપાનીના જણાવ્યા મુજબ શહેરમાં આડેઘડ પાર્કિંગ સામે કડક કાર્યવાહીની સાથોસાથ જ નાગરિકોને નવી પાર્કિંગ સુવિધા આપવાની નૈતિક ફરજ બજાવવા તંત્ર કટીબદ્ધ છે અને આ માટે શહેરનાં બજાર વિસ્તારોમાં ત્રણ સ્થળે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા માટે આજે ખાનગી કંપની દ્વારા સર્વે હાથ ધરાયો છે.

શ્રી પાનીનાં જણાવ્યા મુજબ હાલ પ્રાથમિક તબક્કે શહેરનાં સર્વેશ્વર ચોક, ત્રિકોણ બાગ વગેરે વિસ્તારોમાં આજે કંપનીનાં પ્રતિનિધિઓએ સ્થળ નિરીક્ષણ કરી અને આ સ્થળોએ કેટલા માળનું ? કેટલા વાહનોનું પાર્કિંગ થઇ શકે તેનો સર્વે થઇ રહ્યો છે.

આ સર્વે બાદ મલ્ટી લેવલ પાર્કિંગથી ડીઝાઇન (બાંધકામ) ટેન્ડર અને સર્વેશ્વર વગેરે નીતિ વિષયક નિર્ણયો લેવાશે.

(4:48 pm IST)