Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રેસકોર્ષ મેદાનમાં 'ટીમ ઇન્દ્રનીલ ફોર યુ' દ્વારા આયોજીત શિવ ઉત્સવમાં ઉમટતો ભકતોનો પ્રવાહ : રવિવારે ચિત્ર સ્પર્ધા

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસ નિમિતે અહીંના રેસકોર્ષ મેદાનમાં 'ટીમ ઇન્દ્રનીલ ફોર યુ' તથા સર્વસમાજના સહયોગથી સતત બીજા વર્ષે રેસકોર્ષ મેદાનમાં 'શિવ ઉત્સવ'નું આયોજન કરાયુ છે. ૨૫ ફુટના  અલૌકિક રૂદ્રાક્ષના પારાના શિવલીંગનું નિર્માણ કરાયુ છે.  વિશાળ પેટીપેક ડોમ ઉભો કરી દર્શનાર્થીઓ માટે સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. શનિવારે વિવિધ જ્ઞાતિના યજમાનો દ્વારા મહાયજ્ઞ તેમજ સાંજે મહાઆરતી કરવામાં આવી હતી. રાજકોટ ઇન્કમટેક્ષ કચેરીના અધિકારીઓ ખોડુભા જાડેજા, શ્રી સિંધલ, ભરતભાઇ રાજગુરૂ, દીપકભાઇ ભટ્ટ, કાન્તભાઇ, દુશ્યન્તભાઇ જોષી, ધીમંતભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યજમાનપદે સગર સમાજના ગીરધરભાઇ સગર, આણંદભાઇ કરથીયા, પ્રતાપભાઇ બેલડીયા, કિશનભાઇ કારેણા, વિશાલભાઇ કારેણા, રસિકભાઇ, હરેશભાઇ દુધકીયા, દિનેશભાઇ સરેણા, નીતિનભાઇ, જીતેન્દ્રભાઇ પાર્થર, બ્રહ્મક્ષત્ઙ્ગિરય સમાજના આગેવાનો બ્રિજેશભાઇ પડીયા, દિનેશભાઇ પડીયા, ભારતીબેન પડીયા, આદર્શભાઇ પડીયા, ઉષાબેન સોનેજી, રોહીતભાઇ પડીયા, વર્ષાબેન ભોજાણી, હર્ષાબેન ગરાચ, ક્રિષ્નાબેન સોનેજી, ખુશ્બુબેન સોનેજી, આશાબેન સોનેજી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી બાદ સાંજે ભજન કિર્તનના કાર્યક્રમો થાય છે. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા મુખ્ય આયોજક પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ, 'ટીમ ઇન્દ્રનીલ ફોર યુ' ના સભ્યો વશરામભાઇ સાગઠીયા, મિતુલભાઇ દોંગા, ભાવેશભાઇ બોરીચા, તુષારભાઇ નંદાણી, જગદીશભાઇ મોરી, અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, દર્શનીલબેન રાજયગુરૂ, ગાયત્રીબેન ભટ્ટ, પારૂલબેન ડેર, રસીલાબેન ગરૈયા, જાવેદ અઝીઝ, અભિશેકભાઇ તાળા, રાજુભાઇ જુંજા, કિશોરસિંહ જાડેજા, દિક્ષિતાબેન, ચિરાગભાઇ જસાણી, કમલેશભાઇ સાંગાણી, હેમંતભાઇ વીરડા, અમિષાબેન ગોહેલ, ડોલીબેન, હર્ષાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, યોગીતાબેન વાડોલીયા, યુનુસભાઇ જુણેજા, હારૂનભાઇ ડાકોરા, ઇમરાનભાઇ પરમાર, સાહીલભાઇ ચૌહાણ, એઝાઝભાઇ, કેવલભાઇ, સલીમભાઇ કારીયાણી, બશીરભાઇ, શોએબભાઇ, હસુભાઇ બાંભણીયા, નિલેશ વિરાણી, અંકુર માવાણી, જીતેન્દ્રભાઇ ઠાકર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તા. ૨૦ સુધી આયોજીત આ શિવ ઉત્સવનો વધુને વધુ લોકોએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. દરમિયાન દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. તેના ભાગરૂપે આગામી તા. ૧૯ ના સવારે ૧૦ થી ૧૨ સુધી ધો.૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ છે. શાળા સંચાલકો તેમના વિદ્યાર્થીઓને વધુને વધુ સંખ્યામાં સ્પર્ધામાં સામેલ કરે તેવી અપીલ કરાઇ છે. અલગ અલગ વય પ્રમાણે ગ્રુપ પાડીને સ્પર્ધાઓ કરાશે. વિનામુલ્યે એન્ટ્રી છે. શાળા સંચાલકો તેમજ વાલીઓએ ફોર્મ તથા વધુ માહીતી માટે ઇન્દ્રનીલભાઇ રાજગુરૂના કાર્યાલય, જીલ્લા પંચાયત ચોક, રેમન્ડ શોરૂમની બાજુમાં, સ્વામિનારાયણ ડેરી ઉપર, રેસકોર્ષ ખાતે સવારે ૧૦.૩૦ થી ૬ દરમિયાન દેવાંશીબેન (મો.૬૩૫૨૨ ૩૬૨૩૭) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:33 pm IST)