Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રજપૂત પરિણિતાને આપઘાત માટે મજબૂર કરનારા પતિ, સાસુ, સસરા સામે ગુનો

મકાન બનાવવા માટે પૈસાની માંગણી કરી ત્રાસ આપતા શીલ્પાબેન રાઠોડે ઝેરી દવા થી આત્મહત્યા કરી'તી

રાજકોટ તા. ૧૬ :.. પુનીતનગરના ટાંકા પાસે  ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી રજપૂત પરીણિતાને આપઘાત કરવા માટે મજબુર કરનારા પતિ, સાસુ અને સસરા વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં  ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જેતપુર તાલુકાના વીરપુરમાં બસ સ્ટેશન સામે હુડકો સોસાયટીમાં રહેતા કરણભાઇ બળવંતભાઇ મણવર (ઉ.૩૦) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતે ઘર પાસે ફોર વ્હીલનું ગેરેજ ચલાવે છે. પોતે ત્રણ ભાઇ-બહેન છે. જેમાં શીલ્પાબેન સૌથી નાના હતાં. શીલ્પાબેનના ત્રણ માસ પહેલા રાજકોટ પુનીતનગરના ટાંકા સામે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર નં. ૪ર૬ માં રહેતો દિવ્યરાજ બકુલ રાઠોડ સાથે થયા હતાં. ત્રણ માસ દરમ્યાન અવાર નવાર શીલ્પાબેન માતાને ફોન પર સાસુ મીના બકુલ રાઠોડની ચઢામણીથી પતિ દીવ્યરાજ મારકુટ કરતો હતો. અને તારા બાપાએ દહેજમાં કોઇ આપેલુ નથી જેથી ત્યાંથી પૈસા લઇ આવ અમારે મકાનનો ઉપરનો માળ બનાવવો છે. જેથી પૈસાની જરૂર છે. તેમ કહી શારીરિક માનસીક ત્રાસ આપતા હોવાની વાત કરતા હતાં. બાદ તા. ૧૧-૮ ના રોજ અમો સામાજીક રીતે રાજકોટમાં ભેગા થયેલ તે વખતે મારી બહેને કહેલ કે મને તમો વીરપુર લઇ જાવ મને મારી સાસુ મીના તેમજ સસરા બુકલ પોપટભાઇ રાઠોડ અને પતિ દીવ્યરાજ મને અવારનવાર તારા બાપાને ત્યાંથી પૈસા લઇ આવ-અમારે મકાન બનાવુ છે. જેથી પૈસાની જરૂર છે તેમ કહી ત્રાસ આપે છે. તેમ વાત કરતા અમો બે દિવસમાં તારા સાસુ, સસરાને વાત કરી તેડી જશુ તેમ કહી સમજાવેલ શીલ્પાબેનને અને સાસરે મોકલ્યા હતા બાદ તા. ૧૩-૮ ના રોજ દીવ્યરાજનો ફોન આવેલ કે શીલ્પા બેભાન છે. અને તે બિમાર થઇ ગયેલ છે. તેને સીવીલ હોસ્પિટલમાં લઇ ગયેલ છે. તેમ વાત કરતા પોતે તથા પરિવારજનો સીવીલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. ત્યાં શીલ્પાનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું તપાસનીશ તબીબે જણાવ્યું હતું. આ બનાવમાં શીલ્પાબેને તેના પતિ દીવ્યરાજ, સાસુ મીના અને સસરા બકુલના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હોઇ, તેથી તેના ભાઇ કરણભાઇ બળવંતભાઇ મણવરે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ, અને સસરા વિરૂધ્ધ આઇપીસી ૩૦૪ (બી), ૪૯૮ (ક), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી પીએસઆઇ આઇ. એમ. ઝાલાએ તપાસ આદરી છે.

(4:15 pm IST)