Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે ઝૂંબેશ

બે ચાલક સામે પોલીસે ગુનો નોંધી વાહનો ડિટેઇન કર્યા

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસે ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી છે તે અંતર્ગત ગ્રીનલેન્ડ ચોકડીએ આડેધડ પાર્ક થતાં વાહનોના ચાલકો સામે પણ કાર્યવાહી શરૂ થઇ છે.

ગ્રીનલેન્ડ ચોકડીએ ઓવરબ્રિજ નીચે જીજે૧૦સીએન-૨૩૪૨ નંબરની અલ્ટો કાર ઉભી રાખી ટ્રાફિક માટે અડચણ ઉભી કરનાર ચાલક ભાવેશ દામોદરભાઇ વાળા (રહે. જામનગર ધનંજય પાર્ક-૩) સામે તથા સીટી રાઇડ બસ નં. જીજે૪વી-૭૭૮૬ ઉભી રાખનાર ચાલક જગા ભાંખલા (રહે. યોગીનગર ચોટીલા) સામે આઇપીસી ૨૮૩ મુજબ ગુનો નોંધી ડિટેનની કાર્યવાહી કરાઇ હતી. પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ મહેશગીરી, વિરમભાઇ, એભલભાઇ બરાલીયા, હિતુભા ઝાલા સહિતે આ કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)